બેઠક:સરકારી યોજનાઓથી છેવાડાના લોકોના વિકાસમાં મહિલાઓના યોગદાન પર ચર્ચા

કવાંટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કવાંટ વિશ્રામ ગૃહ ખાતે તાલુકા મહિલા મોરચાની કારોબારી બેઠક

કવાંટ તાલુકાની મહિલા મોરચા કારોબારી મીટીંગ છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, તેમજ છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મહિલા મોરચાના જીગીશાબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ મહિલા મોરચાની કારોબારીમાં ગીતાબેને પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રીય પ્રસ્તાવને પ્રથમ કેન્દ્રની રાષ્ટ્રીય કારોબારી રજુ કરે પછી પ્રદેશની કારોબારી રજૂ કરે, ત્યારબાદ જિલ્લાની કારોબારી અને ત્યારબાદ તમામ મોરચાની કારોબારીમાં પ્રસ્તાવ રજુ કરતા હોઈએ છીએ.

જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામો જે કોરોના કાળ દરિમયાન કરેલી કામગીરી અને ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરનો મુદ્દો હતો 370 કલમને હટાવી જે કામ કર્યું છે તેનું સ્વાગત કર્યાને એક રાષ્ટ્રીય પ્રસ્તાવ હતો. બહેનો માટે જે સરકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 50 ટકા અનામત આપીને જે બહેનોને આગળ લાવવાનું કામ કર્યું. તેમજ અત્યારની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઘણી બધી બેઠકો બહેનો જીતી પણ છે. તેવા બેહનોને અભિનંદન આપીએ અને સાથે સાથે ગુજરાત સરકારની યોજનાઓ અને છેક છેવાળા સુધીના માનવીનો વિકાસ થાય તે માટેની યોજના વિશે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...