હાલાકી:કવાંટમાં ઠેર-ઠેર ગટરો ઉભરાતાં ગંદકી, સફાઈના અભાવે નગરજનોને હાલાકી

કવાંટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખુલ્લી ગટરોની સફાઈ ના થતાં રોગચાળો ફેલાવાની ભીતિ

કવાંટ નગરમાં 70થી પણ વધુ સફાઈ કર્મચારીઓ હોવા છતાં કવાંટ નગરમાં કયાંય પણ સફાઈ જોવા મળતી નથી. ગંદકીને કારણે ખુલ્લી ગટરો ભરાયેલી જોવા મળે છે. નગરમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે. ખુલ્લી ગટરોમાંથી જાહેર રસ્તાઓ પર વહેતુ હોય છે. જ્યાંથી પસાર થતા વહીવટી તંત્રના અધિકારીઓ પણ આવી હાલત જોયા બાદ કોઈ પગલાં ન લેતા હોય તેમ પ્રજા અનુભવી રહી છે.

હાલમાં થોડા દિવસો અગાઉ સફાઈ કામદારોનો પગાર વધારો કરવામા આવ્યો હતો. ત્યારે સફાઈ કામદારો સાથે બાંહેધરી લેવામા આવી હતી કે નગરની ગટરો નિયમિતપણે સાફ કરશે. છતાં આજદિન સુધી ખુલ્લી ગટરો સાફ થવા પામી નથી. હાલ વાઇરલ ઇન્ફેક્શનના રોગો જોવા મળી રહ્યા છે. તેમજ ખુલ્લી ગટરોની સાફ સફાઈ ન થવાને કારણે મચ્છરનો ઉપદ્રવ વધવા પામ્યો છે. જેને લઈને ડેન્ગ્યુ તેમજ તાવ જેવા રોગનો ભોગ નગરજનો બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...