તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:કવાંટ ગ્રામ પંચાયતના નિર્માણ હેતુ જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ

કવાંટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતની ઓફિસની છતનું પ્લાસ્ટર તેમજ દીવાલોમાં તિરાડો પડી જવા પામી છે
  • જૂની પાણીની ટાંકી તોડતા ગામમાં પાણી પુરવઠો ખોરવાયો હતો

કવાંટ નગરમાં દોઢ મહિના અગાવ નવીન ગ્રામ પંચાયતના ભવનનું નિર્માણ કાર્ય માટે તાલુકા પંચાયત પ્રમુખ છાયાબેન રાઠવા તેમજ કવાંટ ગ્રામ પંચાયત સરપંચ રાજેશભાઈ રાઠવાના હસ્તે પૂજા વિધિ કરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ગ્રામ પંચાયતની ઓફિસ અને તેની સંલગ્ન બિલ્ડીંગ જર્જરીત હાલતમાં છે. ગ્રામ પંચાયતની ઓફિસના છતનું પ્લાસ્ટર તેમજ દીવાલોમાં તિરાડો પડી જવા પામી હતી. જૂની ગ્રામ પંચાયત કચેરીના બાંધકામને ઘણા વર્ષો થતાં તેમજ પંચાયતના કામકાજનું ભારણ વધતા કાર્યાલય નાનું પડતું હતું.

જેને લઈને કામકાજ અર્થે આવતા લોકોને તકલીફો પડતી હતી જેથી 16 લાખ ના ખર્ચે જૂની ગ્રામ પંચાયતના પાછળના ભાગમાં આવેલી વારીગૃહની પાણીની ટાંકી જે બિનઉપયોગી જર્જરિત હોય તેની જગ્યાએ મોટી જગ્યા પર નવીન ગ્રામ પંચાયતના ભવનનું કામ શરૂ કરવાનુ હોય બુધવારે કવાંટ ગ્રામ પંચાયતના સત્તાધીશોની હાજરીમાં જેસીબી મશીન સાથે સવારના 8.00 કલાકે જૂની પાણીની ટાંકીને તોડવા માટે ગોધરાથી માણસો બોલાવવામાં આવ્યા હતા. પાણીની ટાંકીને તોળતા 3 કલાક જેટલો સમય થયો હતો. જૂની પાણીની ટાંકી તોડતા કવાંટ ગામમાં પાણી પુરવઠો ખોરવાયો હતો. પરંતુ ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે પાણી પુરવઠો ગામને મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...