કામગીરી:કવાંટથી આંબાડુંગર જતા માર્ગ પર કોતર પાસે રેતીનો ઢગ જોખમી

કવાંટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કવાંટથી આંબાડુંગર જતા માર્ગ અહીથી શરૂ થાય છે ત્યાં જ માર્ગ પાસે કોતરનું ધોવાણ થયું છે. - Divya Bhaskar
કવાંટથી આંબાડુંગર જતા માર્ગ અહીથી શરૂ થાય છે ત્યાં જ માર્ગ પાસે કોતરનું ધોવાણ થયું છે.
  • નવીન માર્ગ બનાવાયો પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર કામગીરીમાં પોલમપોલ
  • આશરે 9 કરોડના​​​​​​​ ખર્ચે નવીન માર્ગની કામગીરી કરાઈ છે

કવાંટ નગરથી આંબા ડુંગર સુધી બનાવવામાં આવેલા હાલના નવીન માર્ગની કામગીરી આશરે 9 કરોડના ખર્ચે કરાઈ છે. જેમાં કવાંટ 0 ગ્રાઉન્ડથી જ્યાંથી માર્ગની શરૂઆત થાય છે તે જગ્યાએ કોતર બાજુમાંથી વહેતુ છે જેનુ ધ્યાન માર્ગ-મકાન વિભાગ (ગુજરાત સરકાર )ના અધિકારી ઓ કે કર્મચારીઓને ખબર છે કે નહીં તે પ્રજાને ખબર નથી. પરંતુ પ્રથમ વરસાદે કોતરની માટી ધસી પડતા માર્ગ અવર જવરમાં રાહદારી માટે મુશ્કેલી બન્યો બનવા પામ્યો હતો.

જેને લઈને માર્ગ-મકાન વિભાગના કર્મચારીઓ પરિસ્થિતિ પામી જતા જેને કોન્ટ્રાક્ટર દ્વારા કપચીનું છારું ઢગલો કરાવી માર્ગની મરામત કર્યાનો તૃપ્તિનો ઓડકાર લીધો હતો. પરંતુ આ માર્ગ 0 ગ્રાઉન્ડ ઉપર એક તરફ “CHC “માં જવાનો માર્ગ છે અને બીજી તરફ નગરમાં જવાનો માર્ગ છે. તે સમયે સરકાર દ્વારા વાઈડનિંગ કરીને બનાવેલ માર્ગ સાંકડો થઈ જવા પામ્યો છે જેને લઈ રાત્રી દરમિયાન મોટા વાહનો ફૂલ પ્રકાશ મારીને આવે તેવે તે વખતે કોતરની બાજુમાં કપચીનું છારું ઢગલો કરી પોતાની નિષ્ક્રિયતા છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

જે આમ જનતા માટે હાનિકારક સાબિત થવા પામ્યું છે. ગત રોજ એક બાઈક સવાર તેનો ભોગ બનતા રહી જવા પામ્યો છે. જો બાઈક સવાર કોઈનો એકનો એક લાડકવાયો નંદવાઈ જાય તેની જવાબદારી કોની આવી ચર્ચાઓ હાલ નગરમાં સાંભળવા મળી રહી છે. આમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મીલિભગત સાબિત થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...