તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાસામે જીત:કવાંટમાં 79 વર્ષની વૃદ્ધા કોરોનાને માત આપી ઘરે પરત ફરતાં પુષ્પ વર્ષાથી સ્વાગત કરાયું

કવાંટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનાને માત આપી મધુબેન ઘરે પરત આવતા પુષ્પ વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
કોરોનાને માત આપી મધુબેન ઘરે પરત આવતા પુષ્પ વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

કવાંટ નગરમાં રહેતા 79 વર્ષના મધુબેન વેચનભાઈ કે જેઓ આરોગ્ય વિભાગમાંથી નિવૃત થયેલ છે. જેઓનો પુત્ર નિવૃત પી. એસ. આઈ. હતા. તેઓનું મૃત્યુ થતા સોમવારે તેઓની બારમાંની વિધિ હતી. મધુબેન તા. 28ના રોજ કોરોના સંક્રમિત થતા તેઓને છોટાઉદેપુર ખાતે આવેલી કોવિડ હોસ્પિટલમા દાખલ કર્યા હતા. તેઓને સોમવારે હોસ્પિટલમાંથી રજા આપતા કોરોનાને માત આપી આવેલ 79 વર્ષના મધુબેનનું કુટુંબ અને આસપાસના વ્યક્તિઓ દ્વારા પુષ્પ વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. મધુબેન કોરોના સંક્રમિત થતા તેઓને બ્લડ પ્રેસર અને ડાયાબીટીસની બીમારી હોવાથી કુટુંબીજનો ગભરાઈ ગયા હતા. પરંતુ કોરોનાને માત આપી સોમવારે ઘરે આવતા કુટુંબના વ્યક્તિઓ અને ખુદ મધુબેનની આંખોમા હર્ષના આંસુ જોવા મળ્યા હતા. તેઓની પુત્ર વધુએ જણાવ્યું કે કોરોનાથી આમ જનતા ગભરાઈ જાય છે. પરંતુ કોરોના સંક્રમિત સારવારથી સારા થઈ શકે છે. તેનો તાજો દાખલો મારા સાસુમાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો