તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કવાંટ તાલુકામાં 10 જુલાઈ સુધી કોરોનાની રસી મૂકાવવાની રહેશે

કવાંટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસી નહીં મૂકાવે તેમની દુકાન અને કારખાના સીલ કરાશે
  • તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા નગરમાં માઈક ફેરવી જાહેરાત કરાઈ

કોરોના મહામારીની બીજી લહેરમાં ગામડાઓમાં સૌથી વધારે લોકો તેની ઝપેટમાં આવ્યા હતા. જેને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા ત્રીજી લહેરની સંભાવના જતાવવામાં આવી રહી છે. તેવા સમયે કોરોના સામેની લડત માટે વેક્સિનેશન જરૂરી છે.

જેને લઈને કવાંટ નગર સહિત તાલુકામાં આગામી તારીખ 10 જુલાઈ સુધીમાં દરેક નાના મોટા વેપારીઓ દ્વારા ફરજિયાત વેક્સિન લેવાનુ વહીવટી તંત્ર અને કવાંટ ગ્રામ પંચાયત દ્વારા મંગળવારે કવાંટ નગરમાં માઇક ફેરવી જાણ કરવામા આવી હતી કે કવાંટ નગરમાં દરેક નાના મોટા ધંધો કરતા વેપારીઓ તેમજ નગરવાસીઓને ખાસ જણાવવાનું કે કોરોનાની રસી મુકાવવી ફરજિયાત છે.

જો તેમ કરવામા નહીં આવે તો દુકાનને શીલ કરવામા આવશે. તેમજ કવાંટ નગરમાં આવતા દરેક હીરાના કારખાનેદારોને જણાવવામાં આવ્યું કે હીરા કારખાનામાં કામ કરવા આવતા કારીગરોએ ફરજિયાત આધારકાર્ડ લઈને કામ પર આવવું, આરોગ્ય તંત્રની ટિમ દ્વારા ગમે ત્યારે ગમે તે સમયે આપના કારખાનામાં આવી રસીકરણ કરશે. જો તેમ કરવામા નહીં આવે તો તે હીરાના કારખાનાને સીલ મારવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...