ઉમેદવારોમાં અસંતોષ:ઝુલવાણીયાના વોર્ડ 3માં અનુસૂચિત જાતિની સીટ ફાળવાતાં અસમંજસ

કવાંટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનુસૂચિત જાતિની વસ્તી ન હોવા છતાં સીટ ફાળવાઈ
  • મતદારો તેમજ ઉમેદવારોમાં અસંતોષ જોવા મળ્યો

કવાંટ તાલુકાના કાંકણપુર જૂથ ગ્રામ પંચાયતના ઝુલવાણીયા ખાતે આવેલ વોર્ડ નં 3મા અનુસુચિત જાતિની વસ્તી ના હોવા છતા સીટ ફાળવતા મતદારો તેમજ ઉમેદવારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. કાંકણપુર જૂથ ગ્રામ પંચાયતમાં આવેલ ઝુલવાણીયા, કાંકણપુર, ચીખલી આ ગામોનો સમાવેશ થાય છે.

જેમાં આગામી ચૂંટણીને અનુલક્ષીને વિવિધ વોર્ડ રચના કરી ઉમેદવારો માટે સીટો ફાળવવામાં આવે છે. જેમાં ઝુલવાણીયા ખાતે હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી વોર્ડ નંબર 3માં અનુસુચિત જાતિની વસ્તી ના હોવા છતાં અનુસુચિત જાતિ માટેનો વોર્ડ ફાળવેલ છે. જેને લઈને ત્યાંના સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને આવી વિસંગતતાને કારણે ચૂંટણી લડનાર ઉમેદવારો પણ મુંઝવણમાં મુકાયા છે. ઝુલવાણીયા ખાતે વોર્ડ નંબર 3માં ફાળવવામાં આવેલી વોર્ડ રચનાની સીટને લઈને મતદારોમાં અસંતોષ તેમજ રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...