CMની હાજરી:જામલીમાં વિરોધ પક્ષના નેતાને ત્યાં બેસણામાં CMની હાજરી

કવાંટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુખરામ રાઠવાના પિતાનું અવસાન થતાં બેસણું રખાયું હતું

જામલી (મુસટ) ખાતે પાવીજેતપુર વિધાનસભાના સભ્ય અને વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવાના પિતા હરિયાભાઈ રાઠવાનું 1 મેના રોજ અવસાન થતા ગુરુવારે તેઓના નિવાસસ્થાને બેસણું રાખવામાં આવ્યું હતું. સામાન્ય રીતે આદિવાસી સમાજમાં બેસણું રાખવામાં આવતું નથી. પરંતુ કોંગ્રેસ ધારાસભ્ય જુના અને જાણીતા છે અને તેઓના સંબધો આદિવાસી સમાજ સાથે તો છે જ. પરંતુ અન્ય જ્ઞાતિઓ સાથે વ્યવસાયિક અને કૌટુંબિક સબંધો છે અને રાજકીય રીતે દરેક પક્ષના કાર્યકર્તાઓ સાથે તેઓને આત્મીય સબંધ હોવાથી તેઓના ઘરે ગુરુવારે બેસણાનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.

જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પરિવાર આરોગ્ય કલ્યાણ મંત્રી નિમિષા બેન સુથાર, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી, ભાજપ જિલ્લા પ્રમુખ રશ્મિકાંત વસાવા તેમજ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુજી શર્મા, ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, ભરતસિંહ સોલંકી, AICCના સેક્રેટરી વિરેન્દ્ર સિંહ રાઠોડ, રામકિસન ઓઝા, બી.એમ સંદીપ જેવા અદણા હોદ્દેદારો હાજર રહ્યા હતા. તેઓની સાથે મોટાભાગના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યી સુખરામભાઈના પરિવાર પર આવી પડેલી આકસ્મિક સંકટ સામે લડવા માટે ઈશ્વર તેમને શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના અને શાંત્વના પાઠવી હતી.

આ પહેલા એવા મુખ્યમંત્રી છે કે જેઓ વિરોધ પક્ષના નેતાને ત્યાં બેસણામાં આવ્યા
છેલ્લા 55 વર્ષથી હું ધારાસભ્ય છું અને 18 જેટલા મુખ્યમંત્રી સાથે કામ પણ કર્યું છે. પરંતુ આ પહેલા એવા મુખ્યમંત્રી છે કે જેઓ વિરોધ પક્ષના નેતા કે જેઓના ત્યાં દુઃખના પ્રસંગે નિમિતે શ્રદ્ધાંજલિ અને શાંત્વના પાઠવવા બેસણામાં આવ્યા છે. > મોહનસિંહભાઈ રાઠવા, છોટાઉદેપુર ધારાસભ્ય

અન્ય સમાચારો પણ છે...