દુર્ઘટના:કવાંટ તાલુકાના કસરવાવ ગામના BSF જવાનનું અકસ્માતમાં મૃત્યુ

કવાંટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
કસરવાવ ખાતે બીએસએફના જવાનના અંતિમ સંસ્કાર ગાર્ડ ઓફ ઓનર્સ સાથે કરવામા આવ્યા. - Divya Bhaskar
કસરવાવ ખાતે બીએસએફના જવાનના અંતિમ સંસ્કાર ગાર્ડ ઓફ ઓનર્સ સાથે કરવામા આવ્યા.
  • ધીમાપુર (નાગાલેન્ડ) રેલવે સ્ટેશન ખાતે ટ્રેનની અડફેટે મોત

કવાંટ તાલુકાના કસરવાવના બી.એસ.એફ જવાન નું ધીમાપુર (નાગાલેન્ડ) રેલ્વે સ્ટેશન ખાતે અકસ્માતમાં મૃત્યુ થતા તેઓ ના અંતિમ સંસ્કાર વતન કસરવાવ ખાતે ગાર્ડ ઓફ ઓનર્સ સાથે કરવામાં આવ્યા. સવારે 9-30 કલાકે સંપૂર્ણ સૈનિક સન્માન સાથે શહીદ જવાન દિલીપભાઈના મૃત દેહને રાષ્ટ્રીય ધ્વજ સાથે વતન કસરવાવ ખાતે લાવવામાં આવ્યા હતા.

અંતિમવિધિમાં બી એસ એફના 100થી 150 જવાનો જેમાં ભૂતપૂર્વ સર્વિસ મેન અને તેઓ સાથે વડોદરાથી ભૂતપૂર્વ સૈનિક જુનિયર કમિશન ઓફિસર દિનેશ કુમાર સલાટ, કવાંટ તાલુકા પોલીસ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ / ઉપપ્રમુખ અને કવાંટ તાલુકાના સરપંચો ખુબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો તેઓની અંતિમક્રિયામાં હાજર રહ્યા હતા.કવાંટ તાલુકાના કસરવાવ ગામના રહેવાસી દિલીપભાઈ કસુરીયાભાઈ રાઠવા ફરજ દરમિયાન રજાઓમાં પોતાના વતન કવાંટ તાલુકામાં આવ્યા હતા અને તેઓ બી.એસ.એફમાં 2013ની ભરતીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા.

રજાઓ પુરી થતા તા. 25 ના રોજ કસરવાવથી પરત નાગાલેન્ડ જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન 27 મેના રાત્રીના 1-45 કલાકે રેલ્વે ટ્રેક ક્રોસ કરતી વખતે ગુવાહાટી દિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેન તેઓના પર ફરી વળતા દિલીપભાઈ રાઠવાનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મૃત્યુ થવા પામ્યું હતું. તેઓની અંતિમ ક્રિયા શનિવારે તેમના વતન કવાંટ તાલુકાના કસરવાવ ખાતે ગાર્ડ ઓફ ઓનર્સ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...