કવાંટ નગરમાં ભૂગર્ભ ગટર યોજનાને લઈને બનેલ RCC માર્ગો વર્ષોથી ખખડધજ હાલતમાં હતા. જે માર્ગો હાલમાં જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગ દ્વારા 1.35 કરોડનાં ખર્ચે મંજુર કરી બનાવવાની કામગીરી એજન્સીને સોંપી છે. જે એજન્સી દ્વારા આશરે એક માસ જેટલો સમય થવા આવ્યો છે.
બે દિવસથી ખોદીને નાખેલ RCCનો કાટમાળ ન ઉઠાવતા નગરના નવા થાણા રોડ બાજુના મુખ્ય માર્ગ ઉપર પ્રજાને અવર જવર કરવું મુશ્કેલ બન્યું છે. આ બાબતે જાણવા મળ્યું છે કે એજન્સી દ્વારા RCCનો કાટમાળ ઉઠાવવા માટે વપરાતા ટ્રેકટરોના માલિકોને પહેલા 100 મીટર જેટલા RCCનો કાટમાળ ઉઠાવવાનાં નાણાં મળ્યા ન હોવાથી ટ્રેકટરો આવતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.