હાલમાં ચોમાસાની શરૂઆત થવાની છે. તેવા સમયે બિલાડીના ટોપની જેમ માર્કેટમાં બિયારણના વેપારીઓ પોતાના બિયારણનું સારામાં સારું વેચાણ થાય તે માટે વિવિધ પ્રકારની જાહેરાતો કરવામા આવે છે. આવી એક જ કંપની જે જેના જાહેરાતના બોર્ડ ફોરેસ્ટ વિભાગમાં આવતા રક્ષિત વનના વિસ્તારમાં વૃક્ષો પર મોટા ખીલાઓ મારી જાહેરાતના બોર્ડ મારવામા આવ્યા છે.
ફોરેસ્ટ વિભાગના સામાજિક વનીકરણના કર્મચારીઓ જે જેઓની જવાબદારી રક્ષિત વન સાચવવાની છે. તેઓ રક્ષિત વનના વૃક્ષોને થતું નુકસાન જોતા જ ન હોય તેમ જોવા અને જાણવા મળ્યું છે. આવા વૃક્ષો ઉપર બોર્ડ છોટાઉદેપુરથી લઈને પંચમહાલ સુધી આવતા રક્ષિત વનના વૃક્ષો ઉપર આવા બોર્ડ મારેલ છે.
જે બાબત ની જાણ ફોરેસ્ટ વિભાગના સામાજિક વનીકરણ ના આર.એફ.ઓને વાત કરતા તેઓએ નોટિસ જે તે વિસ્તારના ફોરેસ્ટરો આપે તેમ કર્મચારીને જણાવ્યુ હતું. જો આમ તોવૃક્ષોનું નિકંદન નીકળતું જ રહ્યું છે અને આવી રીતે પણ વૃક્ષોને નુકશાન કરવામા આવે ત્યારે ગ્લોબલ વોર્મિંગમાં વધારો અને પર્યાવરણને પણ નુકશાન થતું હોય તેમ વૃક્ષ પ્રેમીઓનું માનવું અને કહેવું છે.
કંપનીવાળાઓ નફ્ફટ બની ગમે તે વૃક્ષ ઉપર બોર્ડ લગાવી દે છે
આવા જાહેરાતોના બોર્ડ મારતી કંપનીઓને સરકારી કર્મચારી દ્વારા કોઈ પગલાં ભરવામા ન આવતા કંપનીવાળાઓ ગમેતે વૃક્ષ ઉપર બોર્ડ લગાવી દે છે. જેમાં કંપની ધારકોની નફ્ફટાઈ છતી થવા પામી છે.
જે તે કંપનીના બોર્ડ હોઇ તેઓને નોટિસ આપવા જણાવ્યું છે
અમને અમારા રાઉન્ડ ફોરેસ્ટર દ્વારા ફોટા મોકલી જાણ કરી છે. તેથી અમોએ રાઉન્ડ ફોરેસ્ટરોને જણાવ્યું છે કે જેતે કંપનીના બોર્ડ હોય તેઓને તમારી કક્ષાએ નોટિસો આપો. જો ત્યાર પછી દૂર ન થાય તો આગળ કાર્યવાહી કરીશું. - શર્મિલાબેન રાઠવા, RFO કવાંટ, છોટાઉદેપુર સામાજિક વનીકરણ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.