ભાસ્કર વિશેષ:ટીબી સંક્રમણની કડી તોડવા ‘એક્ટિવ કેસ ફાઇન્ડિંગ’ સર્વે

કવાંટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટીબી સંક્રમણની કડી તોડવાના હેતુસર ‘એક્ટિવ કેસ ફાઇન્ડિંગ’ સર્વે હાથ ધરાયો. - Divya Bhaskar
ટીબી સંક્રમણની કડી તોડવાના હેતુસર ‘એક્ટિવ કેસ ફાઇન્ડિંગ’ સર્વે હાથ ધરાયો.
  • 5થી વધુ ટીબી રોગના દર્દીઓ મળનાર ગામોની ઓળખ કરી સર્વે કરાયો
  • ટીબી રોગના દર્દીઓને શોધી કાઢી વહેલી તકે સારવાર આપી રોગ મુક્ત કરવાનો મુખ્ય ઉદ્દેશ

વર્ષ 2025 પહેલાં ટીબી રોગ નાબૂદી માટે દેશના વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલ આહવાન તથા ટીબી જન આંદોલન અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મહેશ ચૌધરીની સુચના તથા જિલ્લા ક્ષય અધિકારી ડો. ભરતસિંહ ચૌહાણનાં માર્ગદર્શન હેઠળ કવાંટ તાલુકાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી એક-એક ગામ કે જ્યાં છેલ્લા 3 વર્ષમાં 5 કે તેથી વધુ ટીબી રોગના વધુ દર્દીઓ મળી આવ્યા હોય તેવા ગામોની ઓળખ કરી ખાસ સર્વે કરવામાં આવ્યો હતો.

ટીબી રોગના દર્દીઓને વહેલી તકે શોધી કાઢી વહેલી તકે સારવાર આપી સંપૂર્ણ રોગ મૂક્ત કરી તંદુરસ્ત સમાજના નિર્માણ માટે ‘એક્ટિવ કેસ ફાઇન્ડિંગ’ સર્વે હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો. આશિષ બારીયાએ સઘન મોનિટરીંગ કરીને સુચારુ રીતે સર્વેક્ષણ થાય તેવી આશા, આરોગ્ય કર્મચારીઓની ટીમ બનાવી હતી.

જે ગામોમાં ટીમો સર્વેક્ષણ માટે ઉતારવામાં આવી હતી. તેઓનું સુપરવિઝન તાલુકા ટીબી લેબોરેટરી સુપરવાઈઝર રફીકભાઈ સોની તથા અરવિંદભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના જિલ્લા ટીબી એચઆઇવી કો-ઓર્ડીનેટર વાલસિંહભાઈ રાઠવાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...