વડોદરાના યુવકનું મોત:મિત્રોએ​​​​​​​ ના પાડવા છતાં હાંફેશ્વરની નદીમાં તરવા પડ્યો, સોમવારે બપોરે લાશ મળી

કવાંટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક કપિલ - Divya Bhaskar
મૃતક કપિલ
  • રવિવારે મિત્રો સાથે બોટમાં બેસી હાફેશ્વર મહાદેવના જૂના મંદિરે દર્શન કરવા જતા હતા

ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આમ ત્રણ રાજ્યોની ત્રિભેટે આવેલું ગામ એટલે હાફેશ્વર. જ્યાં ભગવાન શંકરનું પૌરાણિક મંદિર આવેલું છે. ચારે બાજુથી નાના મોટા પર્વતો વચ્ચેથી વહેતી નર્મદા નદીને લઈને ત્યાં કુદરતી સૌંદર્યને લોકો તેને જોવા માટે આકર્ષાય છે. રવિવારે વડોદરાનો યુવાન કપિલ સુરેશ શર્મા તેઓના મિત્રો સાથે હાફેશ્વર ખાતે દર્શન માટે આવ્યો હતો. કેવડિયા ખાતે નર્મદા નદી પર બાંધવામાં આવેલ બંધના કારણે હાફેશ્વર ખાતે વહેતી નર્મદા નદીમાં કાયમ પાણી રહે છે.

ગત રોજ આવેલ વડોદરાના યુવાનો બોટમાં બેસી નર્મદા નદીમાં જુના મંદિરના દર્શન કરવા માટે જતા હતા. તે વખતે સાંજના 5.00 વાગ્યાના સમયે કપિલ સુરેશભાઈ શર્મા આશરે ઉ.વ 27 પરિવાર ચાર રસ્તા, વાઘોડિયા રોડ, વડોદરા, તેના મિત્રોને કહ્યું કે મને તરતા આવડે છે. તેમ કહી નર્મદા નદીમાં કુદી તરવા લાગ્યો હતો. જેથી તેની સાથે બોટમાં બેઠેલા તેના મિત્રોએ બોટમાં પાછા આવવાનું જણાવ્યું હતું. પરંતુ તે આવ્યો ન હતો. અને બાદમાં થોડીવાર પછી ડુબવા લાગતા તેના મિત્રોએ દોરડું નાખ્યું હતું. પરંતુ તેનાથી દોરડું પકડાયું નહોતું. અને નર્મદા નદીના ઉંડા પાણીમાં ડુબી ગયો હતો.

આ બનાવની જાણ રવિવારે કવાંટ પોલીસ સ્ટેશનમાં કરાઈ છે. તે પછી કવાંટ પોલીસ અને ગામના લોકો શોધખોળ કરતા સોમવારે બપોરના 2.00 કલાકે કપિલ સુરેશભાઇ શર્માની લાશ મળી આવતા પોલીસે સરકારી દવાખાનામાં પોસ્ટ મોર્ટમમાં લઇ જવાઈ હતી. જે બનાવની નોંધ લઈ વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

વડોદરા ફાયરબ્રિગેડની મદદ લેવાઈ
કવાંટ પાસે આવેલા હાફેશ્વરમાં ડૂબેલા વડોદરાના યુવકને શોધવા માટે તેમના પરિવારજનો દ્વારા વડોદરા ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફોન કરીને મદદ માગનાર યુવકના સ્વજન જ્ઞાનપ્રકાશ શર્માએ જણાવ્યું હતું કે, ‘અમે સ્થાનિક પોલીસને વાત કરી ત્યારે પોલીસે આ વિસ્તારમાં બચાવનાં કોઈ સાધનો ન હોવાનું જણાવ્યું હતું. આવી કોઇ દુર્ઘટના સર્જાય ત્યારે સ્થાનિક લોકોની મદદ લેવી પડે છે અથવા મૃતદેહ બહાર આવે તેની રાહ જોવાતી હોવાનું તેમણે ઉમેર્યું હતું. અમે વડોદરા ફાયરબ્રિગેડની મદદ લીધી હતી.’

અન્ય સમાચારો પણ છે...