તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠકનું આયોજન:કવાંટમાં આમ આદમી પાર્ટીની બેઠકમાં તાલુકાની વ્યક્તિ જોડાઈ

કવાંટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખનું ફુલહારથી સ્વાગત કરતા કાર્યકરો. - Divya Bhaskar
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખનું ફુલહારથી સ્વાગત કરતા કાર્યકરો.
  • બેઠકમાં વિવિધ ગામોની વ્યક્તિઓ ઉપસ્થિત રહી

કવાંટ તાલુકાની આમ આદમી પાર્ટી દ્વારા પ્રથમ વખતની બેઠકમા મધ્ય ગુજરાતના મંત્રી અર્જુનભાઈ રાઠવા (પ્રોફેસર) અને છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ ડી. એન. રાજપૂત જિલ્લા મહામંત્રી સુનિલભાઈ ઠક્કર સહિત અન્ય પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમા તાલુકાના વિવિધ ગામોના વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ આમ આદમી પાર્ટીમા જોડાતા તેઓને ટોપી પહેરાવી પાર્ટીમા સ્વાગત કર્યું હતું. જ્યારે પાનવડની એક સામાજિક કાર્યકર મહિલા પણ મંગળવારે જોડાવા પામી હતી.

જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમા જે વિકાસના માનવ જીવનના ઉત્થાનના જે કામો કર્યા છે અને કરી રહી છે. જેનો વિસ્તૃત માહિતી આપી હતી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા રાજ્યમા સારો દેખાવ આમ આદમી પાર્ટીનો રહ્યો છે. જો આપનો સહયોગ રહેશે તો આગામી વિધાન સભામા જો સરકાર બનશે, તો દિલ્હીમા જે વિકાસ થઇ રહ્યો છે તે વિકાસ ગુજરાતમા પણ જોવા મળશે. જ્યારે મંગળવારે આવેલ નવ નિયુક્ત જિલ્લા પ્રમુખનું સર્વે કાર્યકરોએ ફુલહારથી સ્વાગત કર્યું હતું અને આ કાર્યક્રમ કવાંટ તાલુકાના પ્રમુખ નગીનભાઈ રાઠવાએ સાર્થક બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...