તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પાનવડ ગામ પાસેથી રિક્ષામાં લઈ જવાતા દારૂ સાથે શખ્સ ઝડપાયો

કવાંટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદેશી દારૂ સહિત રૂા. 1,29,985નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

કવાંટ તાલુકાના પાનવડ ગામના રોડ પરથી રીક્ષામાં લઈ જવાતો વિદેશી દારૂ લઈ સહિત 1,29,985 રૂ.નો મુદ્દામાલ જપ્ત કરતી પાનવડ પોલીસ.કવાંટ તાલુકાના પાનવડ પોલીસ મથકના પી.એસ.આઈ એચ.પી.ગામીત અને સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન પાનવડ ગામના રોડ પરથી એક બજાજ રીક્ષા જેનો નંબર GJ 6 AV 8746માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ જઈ રહ્યા છે. જેની બાતમી મળી હતી. તેના આધારે તેઓએ રીક્ષાને રોકી તપાસ કરતા રીક્ષામાં ગોવા સ્પિરિટના 750 મિલીના 57 નંગ બોટલ જેની કિં. રૂા. 29,985 જયારે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરીમાં વપરાયેલ રીક્ષાની કિ. રૂા. 1,00,000 કુલ મળી કિ. રૂા. 1,29,975નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી જયેશભાઇ ખુમાનભાઈ રાઠવા ઉ.વ 24 સાઢલી. જેતપુર પાવી નાઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...