તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:કવાંટ પોલીસ મથકમાં જિલ્લા SPનો નોટ રીડિંગના કાર્યક્રમ સાથે લોક દરબાર યોજાયો

કવાંટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
જિલ્લા પોલીસ વડાનો લોક દરબાર યોજાયો. - Divya Bhaskar
જિલ્લા પોલીસ વડાનો લોક દરબાર યોજાયો.
 • સરપંચ સહિત આગેવાનો સોશિયલ ડિસ્ટન્સ સાથે હાજર રહ્યા
 • લાઈસન્સ વગર ફરાવતા લોકોના વાહનો ડિટેન કરવા સૂચન કરાયું

કવાંટ પોલીસ સ્ટેશનમાં શુક્રવારે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબનું સને 2020ના વર્ષનું ધર્મેન્દ્ર શર્માના અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેકશન અને લોક દરબાર યોજાવામાં આવ્યો હતો. જેમાં પોલીસ અધિકારી કર્મચારીની ઇન્સ્પેકશન પરેડ તથા પોલીસ લાઈન વિઝીટ તથા કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ગામડાના સરપંચો તથા આગેવાનો સાથે લોક દરબાર યોજવામાં આવ્યો હતો. કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની જાળવણી અંગે લોકો દ્વારા રજુઆતની ચર્ચા કરવામાં આવી હતી. કોરોના મહામારીને લઈને ઉદભવતી તકલીફો વિશે ચર્ચા કરી તેમજ માસ્ક પહેરીને ન ફરનારાઓ માટે આગેવાનોને જણાવ્યું કે આપણે આમ જનતાને માસ્ક પહેરવાનું મહત્વ સમજાવી. તેઓ માસ્ક પહેરે તેમ જણાવ્યું હતું અને જો જરૂરિયાત પડે તો માસ્કનું વિતરણ પોલીસ દ્વારા કરવામાં આવે અને કરી હતી. સરપંચો અને આગેવાનોને પોલીસ થકી કોઈ મુશ્કેલીઓ પડી હોય કે પોલીસને લાયક કોઈ કામ હોય તો જણાવવા જણાવ્યું હતું.

આ લોક દરબાર મા સરપંચ/ આગેવાનો સોશિયલ ડિસ્ટન્સ રાખીને લોક દરબાર ઉપસ્થિત રહ્યા હતાય આમ જિલ્લા પોલીસ વડા કવાંટની મુલાકાતે આવ્યા અને કોરોના મહામારીને લઈને યોગ્ય માર્ગ દર્શન આપ્યું હતું. જ્યારે નગરમા નાની ઉમરના છોકરા છોકરીઓ સ્કૂટર લઈને વગર લાયસન્સે ફરતા વ્યક્તિઓની ગાડીઓ ડિટેન કરી યોગ્ય કાર્યવાહી કરવા કવાંટ પોલીસ મથકમા પ્રોબેસન પિરિયડમા આવેલા ડી વાય એસ પી પ્રણવભાઈ કટારીયાને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો