તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુંટણી આવી !:કવાંટ તાલુકામાં કોંગ્રેસ સમિતિ દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો, સાંસદ નારણભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા

કવાંટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગામી દિવસોમાં આવી રહેલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને સર કરવા કોંગ્રેસ કમિટીએ કમર કસી છે. 2012માં થયેલ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 70થી 75 બેઠક મળી હતી. જ્યારે 2017ની વિધાન સભા પહેલા રાજ્યની 32 જિલ્લા પંચાયતમાંથી આપણી પાસે 28 જિલ્લા પંચાયતમાં શાસન કોંગ્રેસનું આવતા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 85 બેઠકો મળવા પામી હતી.

આમ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ વિધાનસભા માટે પાયાની ચૂંટણી ગણાય છે. હાલમાં છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકા પંચાયતમાંથી 5 તાલુકા પંચાયત કોંગ્રેસની છે. જિલ્લા પંચાયત કોંગ્રેસની છે. જ્યારે જિલ્લાની ત્રણ વિધાનસભાની બેઠકમાંથી 2 બેઠક કોંગ્રેસ પાસે છે. આગામી આવી રહેલ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિશ્વાસુ ઉમેદવારોની પસંદગી કરી ભવિષ્યમાં લોભ લાલચમાં આવી પક્ષ પલટો કરી પક્ષ નુકસાન પહોંચાડે તેવા ઉમેદવારોની પસંદગી ના કરવા રાજ્યસભાના સભ્યે જણાવ્યું હતું.

આદિવાસી રાઠવા સમાજના LRD ભરતીમા આદિવાસી યુવાનોના દાખલા ચકાસણીમા વિલંબ કરી તેઓના ભવિષ્ય સાથે ચેડા થાય છે
જ્યારે હાલની કોરોના મહામારીને લઈને શિક્ષણ ઓનલાઇન કરવામાં આવ્યું છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં મોબાઇલ નેટવર્ક અને ટીવી જેવા માધ્યમો જૂજ જોવા મળે છે. તે સમયે આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્નો ઉભા થવા પામ્યા છે. જ્યારે રાજ્યસભાના સભ્ય વિશેષમાં જણાવ્યું કે અમારા બાપદાદાની પેઢીથી અમે ડિસ્ટન્સથી રહેવા ટેવાયેલા છે. તેવે વખતે આદિવાસી વિસ્તારની શાળાઓમા શિક્ષણ કાર્ય ચાલુ રાખવા એક ડોક્ટર અને એક નર્સને રાખી આવનાર વિધાર્થીની ચકાસણી કરી શિક્ષણ કાર્ય ચલાવવામાં આવે. જ્યારે હાલની સ્થિતિમાં આદિવાસી રાઠવા સમાજના LRD ભરતીમા આદિવાસી યુવાનોના દાખલા ચકાસણીમા વિલંબ કરી તેઓના ભવિષ્ય સાથે ચેડા થાય છે. જેને લઈને અમે આદિવાસી સમાજના રામસિંગ ભાઈ રાઠવા, ગીતાબેન રાઠવા, સુખરામભાઈ રાઠવા, મોહનસિંહભાઈ રાઠવા સાથે સમૂહમાં સરકારમાં ચર્ચા કરવા કેટલીય વાર જઈ આવ્યા. પરંતુ હજુ સુધી સરકાર દ્વારા યોગ્ય પ્રતિભાવ મળ્યો નથી. તો હું તો એમ કહું છું કે અમે તમારી સાથે તમારી સરકારમાં રજૂઆત કરવા આવવાથી જો એમ લાગતું હોય તો અમે હવે તમારી સાથે નહિ આવીએ. પરંતુ સમાજ માટે પોતાની સરકાર સામે પણ આંદોલન કરવું પડે તો સમાજ માટે કરવું જોઈએ.

જ્યારે ગુજરાતમા ચીમનભાઈની સરકાર હતી. તે સમયે તેઓના પક્ષનો હું સાંસદ હતો. તે વખતે અમે પણ આંદોલન કર્યું હતું અને મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે અમને ત્રણ દિવસમાં આવીને લઈ ગયા અને અમારી સમસ્યાનો ઉકેલ લાવ્યા હતા. આમ આગામી ચૂંટણીમાં સોશિયલ ડિસ્ટસિંગ રાખી પ્રચાર કરવાનો વારો આવે તેવે વખતે આપણા પક્ષની વિચારધારાની વાતો પ્રજા સુધી પહોંચાડવી આપના સૌની જવાબદારી છે. તેમ રાજ્યસભાના સભ્ય નારણભાઈ રાઠવાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...