તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:કવાંટના ગોજારીયા ગામે મોડેલ સ્કૂલમાં 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે

કવાંટ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દર્દીઓને ફ્રીમાં ભોજન, કોરોના કિટ, બેડ અપાશે
 • 25 મહિલા અને 25 પુરુષ દર્દીઓ માટે બેડ અનામત રહેશે

કવાંટ તાલુકાના ગોજારીયા ગામે મોડેલ સ્કૂલના સંકુલમાં નવીન કોવિડ કેર સેન્ટર નિર્માણ થઈ રહ્યું છે. કવાંટ સમસ્ત વેપારી મહાજન મંડળ દ્વારા કોવિડ સેન્ટરની માંગણી અને પાવી જેતપુરના ધારાસભ્ય સુખરામ રાઠવા દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્ર દ્વારા કરાયેલી રજૂઆતને લઈને તંત્રે તાલુકાના ગોજારીયા ગામે મોડેલ સ્કૂલમાં નવું 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની તૈયારીઓ આરંભી છે.

ગોજારીયા મોડેલ સ્કૂલ ના સંકુલમાં નવીન નિર્માણાધીન કોવિડ કેર સેન્ટર માં કવાંટ મામલતદાર પી.સી. પટેલ જાતે પોતાની દેખરેખ હેઠળ કામગીરી કરાવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે સી.સી ટીવી સાથે હાલમાં 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ થશે. જેમાં કવાંટ તાલુકાના કોરોના પોઝિટિવ દર્દીઓ માટે સુવિધા પુરી પડાશે. આ કોવિડ સેન્ટર સોમવાર કે મંગળવારે શરૂ કરી દેવાશે. કોવિડ સેન્ટરમાં દર્દીઓને જમવાનું ફ્રીમાં અપાશે તેમજ દર્દીઓને કોરોના કીટ , બેડ ની સુવિધા અપાશે.

દર્દીઓને ડીસ્પોઝેબલ બેડ શીટ અને જમવા માટે ડીસ્પોઝેબલ પાત્રો અપાશે. કોવિડ સેન્ટર માં 25 મહિલા દર્દીઓ અને 25 પુરુષ દર્દીઓ માટે બેડ અનામત રખાયા છે. કોવિડ સેન્ટરમાં દર્દીઓને 24*7 ડોક્ટરની સુવિધા મળી રહે તેમજ સ્ટાફને રહેવા માટે અલગ વ્યવસ્થા કરાઇ છે. સ્કૂલ સંકુલમાં જો જરૂરિયાત પડી તો 100 થી 200 બેડની સુવિધા પણ ઉભી થઇ શકે છે.

શનિવારે કવાંટ વેપારી મહાજન મંડળ દ્વારા 50 ગાદલા, ઓશિકા, ચાદરનો સેટ કોવિડ સેન્ટર માટે અપાયો હતો અને ભવિષ્યમાં કવાંટ નગરમાં કે તાલુકામાં અન્ય સ્થળ પર કોવિડ સેન્ટર બને તો અન્ય સહાય કરવા માટે તત્પરતા બતાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો