તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:કવાંટ તાલુકામાં પશુ ચિકિત્સા માટે 4 એમ્બ્યુલન્સ ફળવાઈ, સંસદીય સચિવ જયંતીભાઈ રાઠવાએ લીલીઝંડી બતાવી પ્રયાણ કરાવ્યું હતું

કવાંટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
કવાંટ તાલુકાને પશુ ચિકિત્સા માટે ફાળવેલ એમ્બ્યુલન્સને પૂર્વ સંસદીય સચિવ દ્વારા લીલી ઝડી આપવામા આવી હતી.. - Divya Bhaskar
કવાંટ તાલુકાને પશુ ચિકિત્સા માટે ફાળવેલ એમ્બ્યુલન્સને પૂર્વ સંસદીય સચિવ દ્વારા લીલી ઝડી આપવામા આવી હતી..
 • એક ફરતા પશુ દવાખાનામાં સંલગ્ન 10 ગામોમાં વિનામૂલ્યે પશુ સારવાર અપાશે

કવાંટ તાલુકામાં વિનામૂલ્યે પશુ સારવાર આપવા માટે એક ફરતા પશુ દવાખાનામાં સંલગ્ન 10 ગામો વચ્ચે એક એવી 4 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી.કવાંટ APMC ખાતે સુશાસન દિન અંતર્ગત કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં તાલુકાના છેવાડાના ગામ સુધીના ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં ખેડૂતોની કલ્યાણકારી યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

જેમાં કવાંટ તાલુકામાં પશુ ચિકિત્સા મફતમાં મળી રહે તે માટે 4 એમ્બ્યુલન્સ સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી. પશુ પાલન ખાતાની કવાંટ તાલુકામાં પશુપાલન ક્ષેત્રે પોતાની આગવી કોઠા સુઝને લીધે ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી અને તાલુકાના અન્ય પશુપાલકોને રુચિ થાય તે બદલ શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ મોરાગણા અને ખેરકા ગામના મહિલા તેમજ પુરુષ પશુપાલકોને એનાયત કરવામાં આવ્યો હતો.

આ સાથે 10 ગામ દીઠ ફરતા પશુ દવાખાનું જેમાં નવાલજા, ભેખડીયા, બૈડીયા, મોટી ચીખલી ખાતે આમ ચાર એમ્બ્યુલન્સ ફાળવી શુભારંભ કરવામાં આવતા કવાંટ તાલુકાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી. એક ફરતા પશુ દવાખાનામાં સંલગ્ન 10 ગામોમાં વિનામૂલ્યે પશુ સારવાર આપવામાં આવશે. જેને લીલીઝંડી બતાવી સંસદીય સચિવ જયંતીભાઈ રાઠવાએ પ્રયાણ કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો