આક્રોશ:બોડેલીમાં યુવા ભાજપે મશાલ રેલી કાઢી

બોડેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીએમની સુરક્ષા પંજાબમાં જોખમાતા તેની સામે જન આક્રોશ જોવા મળ્યો

પંજાબના ફિરોઝપુર ખાતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા સરકારની જન કલ્યાણકારી યોજનાની જાહેરાત અને જાહેર સભામાં જતા રસ્તામાં કિસાન આંદોલનકારીઓ અને પંજાબ પોલીસની અવ્યવસ્થાને લીધે 20 મિનિટ સુધી પુલ પર રોકાવું પડ્યું હતું. જે બાબત દેશના પ્રધાનમંત્રીની સુરક્ષા સાથે ગંભીર બાબત ગણાય. જેનાથી સમગ્ર દેશની જનતા પંજાબ સરકાર અને દેશની કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ આક્રોશ ફેલાયો છે. યુવા ભાજપે તેને કોંગ્રેસનુ ષડયંત્ર ગણાવ્યું હતું.

જેના વિરોધમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા ભાજપા યુવા મોરચા દ્વારા બોડેલી ખાતે યુવાનો હાથમાં મશાલ સાથે આક્રોશ રેલી યોજી હતી. જેમાં બોડેલી તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ તુષાર પટેલ, જિલ્લા યુવા મોરચા મંત્રી રવિ રાજ ઠાકોર, તાલુકા મહા મંત્રી રાકેશ રાઠવા, તાલુકા મહા મંત્રી કિશન રાજપૂત સહિત બોડેલીના યુવાનો મશાલ રેલીમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...