દુઃખદ:બોડેલીના પીઢ નેતા ચંદુભાઈ ઠક્કરનું 95 વર્ષે નિધન થયું, અનેક સંસ્થાઓમાં સેવા આપી હતી

બોડેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોડેલીના કોંગ્રેસના પીઢ નેતા ચંદુભાઈ ઠક્કરનું 95 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિવાસ સ્થાનેથી નીકળેલી અંતિમયાત્રામાં બોડેલી નગરજનો, રાજકીય અને સામાજિક આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને શ્રદ્ધાંજલિ આપી હતી. ચંદુભાઈ ઠકકર રાજકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં વર્ષોથી સેવા આપી હતી. સંખેડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદે વર્ષો સુધી હોદો જાળવ્યો હતો. સાથે સંખેડા તાલુકા પંચાયતના પ્રમુખ, બોડેલી એપીએમસી પ્રમુખ, બોડેલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પણ રહી ચૂક્યા છે.

બોડેલી કોલેજના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપતા હતા. વડોદરા જિલ્લા પંચાયતનાં કારોબારી સમિતિનાં અધ્યક્ષ બાંધકામ સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે. શેઠ પેસ્તનજી રતનજી કોન્ટ્રાક્ટર સાર્વજનિક પુસ્તકાલયમાં 1997થી 2007 સુધી પ્રમુખ રહી ચૂક્યા છે. સદગતની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને શ્રદ્ધાંજલિ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...