તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:બોડેલી વિસ્તારમાં 42 ટકા અને તાલુકામાં 20 % લોકોનું રસીકરણ

બોડેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોજ સાત કેન્દ્રો પર 100 જેટલી રસીનો ડોઝ અપાય છે

બોડેલી તાલુકામાં અત્યારે રોજ સાતેક કેન્દ્રો પર રસીકરણનો કાર્યક્રમ ચાલે છે. ત્યારે અત્યાર સુધી બોડેલી વિસ્તારમાં 42 ટકા અને બોડેલી તાલુકાનુ 20 ટકા જેટલું રસીકરણ થયું છે. જોકે ગ્રામ્ય વિસ્તારમાં પણ હવે રસી મુકાવવાને લઈને જાગૃતિ આવી છે.

બોડેલીમાં મંગળવારે શેખ મહોલ્લામાં રોશની યંગ સર્કલ દ્વારા રસી કરણનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં બપોર સુધી 100 જેટલા લોકોએ રસી મૂકાવી હતી. હવે તમામ ગામ, દરેક સમાજ અને વર્ગના લોકો રસી મુકાવવાને લઈને જાગૃત બન્યા છે. સરકારે જ્યારથી રસી મુકાવવી ફરજિયાત કરી છે, ત્યારથી રસીકરણને વેગ મળ્યો છે. બોડેલીના શેખ મહોલ્લામાં મદ્રસાએ ગુલશને બગદાદ ખાતે રોશની યંગ સર્કલ કમીટી દ્વરા 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોરોના વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

કુલ 100 લોકોને કોરોના વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. સયૈદ મોહસિન અલી બાવાની ઉપસ્થિતિમાં રોશની યંગ સર્કલના યુવાનો મુહમ્મદ અનવર ખાન, સાબિર પઠાણ, સાજિદ ધાબાવાલા, હાજી અતિક કુરૈશી, ફિરોજ પઠાણ, ઇલીયાસ બારોટ, ઇનાયત મલેક, અસલમ, મોહસીન મંસુરી, સુલેમાન ખત્રી, સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. જ્યારે કેમ્પને પ્રોત્સાહિત કરવા બોડેલી પંચાયત ડેપ્યુટી સરપંચ કાર્તિક શાહ, જિલ્લા આરોગ્ય સમીતી ચેરમેન પ્રકાશભાઇ વાસદિયા, પચાયત સભ્ય અનવર હાજી મન્સૂરી વગેરેએ પણ મુલાકાત લીધી હતી અને ઉપસ્થિત રહ્યાં હતા. કેમ્પના અંતે રોશની યંગ સર્કલના યુવાનો દ્વારા સયૈદ મોહસીન બાવાનો અને મેડિકલ સ્ટાફનુ સન્માન કરવામાં આવ્યું હતું.

બોડેલી આરોગ્ય કેન્દ્રમાં રોજ રસીકરણ થઈ રહ્યું છે. તે ઉપરાંતના કેન્દ્રો તાલુકાના વિવિધ ગામોમાં ફરતાં રખાય છે. જેથી તમામને રસીથી આવરી લેવાય. અત્યારે કોરોના વાઈરસ શાંત પડ્યો છે. ત્યારે સંભવત: આવનારી ત્રીજી લહેર અગાઉ મોટાભાગના લોકો રસી લઈ લે તે હિતાવહ ભર્યું હશે.

અન્ય સમાચારો પણ છે...