દર્શન કરવાના બહાને ચોરી:અલ્હાદપુરા ગામે મંદિરની દાન પેટી ચોરતા બે પકડાયા

બોડેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઈક પર આવી મંદિરમાં દર્શન કરવાના બહાને ચોરી કરી
  • ગ્રામજનોએ ચોરોને મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યા

બોડેલી તાલુકાના અલ્હાદપુરા ગામે આવેલા દૂધેશ્વર મહાદેવ મંદિરમાં બપોરે દાન પેટી ઉઠાવી ચોરી કરી જનારા બે તસ્કરોને ગ્રામજનોએ પકડી પાડી બોડેલી પોલીસને બોલાવી સોંપ્યા હતા. મંદિરમાં ચોરીના વધેલા ચિંતાજનક બનાવથી શ્રદ્ધાળુઓમાં રોષની લાગણી વ્યાપી છે. ધોળે દિવસે મંદિરની દાન પેટી તોડીને ચોરવાના બનાવથી અલ્હાદપુરાના ગ્રામજનોએ ચોરોને મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યા હતા.

બન્ને ચોર ચારેક હજાર રૂપિયા જેટલી દાનપેટીની રકમ લઈને કેનાલ તરફ જતા હતા. ત્યારે ગ્રામજનોએ બન્નેને પકડી પોલીસને સોંપ્યા હતા. ગોપીભાઈ રહે. પાંડવાણીયા, તા. ઠાસરા, દીપેન ઊર્ફે દીપો પટેલ રહે. આનંદી, તા. શિનોરની અટક કરી હતી. બન્ને બાઈક પર આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...