તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:દિવાળી હઠેકઠે પણ હોળી તો ઘેર જ ઉજવતા આદિવાસીઓ, હોળી પ્રગટાવ્યા બાદ ધાર્મિક મેળાઓનું આયોજન કરવામાં આવે છે

બોડેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
હોળી પર્વે વતનમાં ઉજવવા આદિવાસીઓ એસટી ડેપોમાં જોવા મળતા હતા - Divya Bhaskar
હોળી પર્વે વતનમાં ઉજવવા આદિવાસીઓ એસટી ડેપોમાં જોવા મળતા હતા

બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં હોળી પર્વની ધામધૂમ પૂર્વક, આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવા પોતાના વતન તરફ જતા આદિવાસીઓ ઠેર ઠેરથી આવી રહ્યા છે. આદિવાસી સમાજમાં હોળીનો પર્વ નજીક આવતા અગાઉ હોળીના વધામણાં કરવામાં આવે છે. બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિમાં હોળી પર્વનું અનેરું મહત્વ હોય છે.

દિવાળી કરતા પણ વધારે ધામધૂમ પૂર્વક આદિવાસીઓ હોળીનો પર્વ ઉજવતા હોય છે. આદિવાસી સમાજમાં હોળીનો પર્વ નજીક આવતા એક માસ અગાઉ હોળીના વધામણાં કરવામાં આવે છે. ત્યારબાદ તહેવાર ઉજવવા અર્થેની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. બાધાઓ, દેવ પૂજન અને પરંપરાગત ધાર્મિક વિધિઓ સાથે અને આનંદ ઉલ્લાસમાં હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. જિલ્લામાં હોળીના તહેવાર અગાઉ હાંટ ભરાય છે. અઠવાડિક અલગ અલગ દિવસે ભરતા હાંટ બજારોમાં આદિવાસી ટૂકડીઓ અલગ અલગ વેશભૂષા ધારણ કરીને ઢોલ, ત્રાંસા અને પીડાં વગાડીને એક સાથે નાચગાન કરે છે. જેને જોવા અર્થે હજારોની સંખ્યામાં મેદની ઉમટી પડે છે. ભરતા ભાંગોરીયાના હાટમાં આદિવાસી પ્રજા જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી પણ કરતી હોય છે.

હોળી પ્રગટાવ્યા બાદ ધાર્મિક મેળાઓનું આયોજન કરવામાં આવે છે . જેમાં ચુલનો મેળો, ગોળ ફેરિયાના મેળાઓ યોજાય છે. અને યોજાતા મેળાઓમાં છોટાઉદેપુર જિલ્લો 80થી 90 ટકા આદિવાસી વસ્તી ધરાવે છે. આદિવાસી વિસ્તારમાં દિવાળી પર્વ કરતા પણ હોળી પર્વનું વધારે મહત્વ હોય છે અને હોળી પર્વ ધામધૂમ પૂર્વક ભારે આનંદ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. તારીખ 28 માર્ચ ફાગણ સુદ પૂનમના હોળીનો પર્વ છે. જેથી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર તથા પર રાજ્યમાં મજૂરીએ જતા આદિવાસીઓ હોળીનો તહેવાર નજીક આવતા પોતાના માદરે વતન પરત ફરી રહ્યા છે. છોટાઉદેપુર વિસ્તારની આદિવાસી ગરીબ પ્રજા જે મેહનત મજૂરી ખેતીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હોય છે.

છોટાઉદેપુર કોઈ રોજગારીનું માધ્યમ ન હોય જિલ્લાના ઘણા વિસ્તાતોમાં પિયાત અંગેની સગવડ ન હોવાને કારણે ખેડૂતો માત્ર ચોમાસુ ખેતી ઉપર આધારિત હોય જેથી દેશના અન્ય રાજ્યમાં તથા રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં મજૂરી અર્થે આદિવાસીઓ જતા હોય છે. જેઓ હોળી પર્વ નજીક આવતા પરત ફરતા હોળીનું પર્વ ધામધૂમથી ઉજવવા માટે આવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો