તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિન લેવા પ્રેરિત:બોડેલી પંથકમાં વેપારીઓને વેક્સિન માટે જાગૃત કરાયા

બોડેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિન ન લીધી હોય તેણે 10 દિવસે કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે
  • જેમણે વેક્સિન લીધી તેમણે તે અંગેનું સર્ટિફિકેટ રાખવાનું રહેશે

બોડેલીમાં એસ.ડી.એમની અધક્ષતામાં વેકસીનેશન અંગેની વેપારીઓ સાથે મીટીંગ મળી હતી. જેમાં જીલ્લા કલેક્ટરના જાહેરનામા અનુસાર દરેક વેપારી મિત્રો, સ્ટાફ, ખાણી પીણીવાળા સહિતના દરેક લારી ગલ્લાવાળા તથા ફળફળાદી શાકભાજીના વિક્રેતાઓ તેમજ સુથારીકામ, ઇલેક્ટ્રિશીયન તથા પ્લમ્બર જેવા દરેક વર્ગના કારીગરો માટે દર દસ દિવસે આર.ટી.પી.સી.આર.નો કોવીડ નેગેટીવ રીપોર્ટ સાથે રાખવાનો રહેશે, તેવું નક્કી કરાયું હતું.

જે લોકોએ વેકસીન લીધી હોય તેમને એમાંથી છૂટ મળશે. પરંતુ વેકસીન લીધા અંગેનું પ્રમાણપત્ર સાથે રાખવાનું રહેશે. જેથી વઘુને વધુ લોકો વેક્સિન લેવા માટે પ્રેરિત થાય તેવો નિર્ણય લેવાયો હતો. આવતા ગુરુવારથી આ જાહેરનામાનો કડક અમલ કરાવવામાં આવશે. હાલ બોડેલીમાં 18+ના દરેક માટે ફ્રી વેકસિનેશનના 3 સેન્ટર અવિરત ચાલુ છે.

કોઈપણ માન્યતા, ગેરસમજ કે ડર રાખ્યા સિવાય આપનું તથા આપના પરિવારના દરેક સભ્યોનું વેકસીનેશન અવશ્ય કરાવી લેવાનું કહેવાયું છે. હવે વેકસીનેશન કરવાનું અનિવાર્ય કરવામાં આવી રહ્યું છે કારણ કે ગમે ત્યારે અગાઉ કરતા વધારે કપરી પરિસ્થિતિ આવી શકે છે અને એનાથી બચવાનો એકમાત્ર ઉપાય વેકસીન જ છે.

અન્ય સમાચારો પણ છે...