તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સૂર્યા ભદ્રાલી પાસે બે કાર સામસામે અથડાતાં 3 વ્યક્તિને ગંભીર ઇજા

બોડેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બે કાર સામસામે ભટકાઈ હતી. - Divya Bhaskar
બે કાર સામસામે ભટકાઈ હતી.
  • બોડેલીનું દંપતી વડોદરાથી બોડેલી આવી રહ્યું હતું
  • બે ઈજાગ્રસ્તોને બોડેલી અને 1ને વડોદરા સારવાર અર્થે ખસેડાયાં

બોડેલીના સૂર્યા ભદ્રાલી બસ સ્ટેન્ડ પાસે બે કાર વચ્ચે સામસામે અકસ્માત સર્જાયો હતો. જેમાં મારુતિ કારમાં બોડેલીની સુખ નગર સોસાયટીમાં રહેતું દંપત્તિ બળદેવ શાહ અને વર્ષાબેન શાહ બોડેલી તરફ આવી રહ્યા હતા. જ્યારે બોડેલી તરફથી વડોદરા તરફ સ્વિફ્ટ કાર લઈને દીપેશ શાહ જઈ રહ્યા હતા. ત્યારે સૂર્યા ભદ્રાલી પાસે બન્ને કાર સામસામે અથડાઈ હતી. જેમાં બન્ને કારના આગળના ભાગને નુકશાન થયું હતું. જ્યારે બળદેવ શાહ, વર્ષાબેન શાહ અને દીપેશ શાહને ઈજાઓ પહોંચતા ખાનગી કાર અને 108માં દવાખાને સારવાર અર્થે લઈ જવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...