ચૂંટણી:બોડેલી અર્બન બેંકની 9 બેઠકની ચૂંટણી માટે 14 ઉમેદવારો વચ્ચે રસાકસી જામશે

બોડેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂના 9 સભ્યોની પેનલ સામે 5 ઉમેદવારો ટક્કર આપશે
  • ​​​​​​​એક સાથે 9 સભ્યો માટેની બેંકની ચૂંટણી પ્રથમ વખત યોજાશે

બોડેલી અર્બન બેંકની ચૂંટણી આગામી 17 જૂનના રોજ 5 વર્ષ માટે 9 સભ્યોને ચૂંટી કાઢવા માટે યોજાનાર છે. ત્યારે અનેક બેઠકો યોજાયા પછી 23માંથી 9 ફોર્મ ખેંચાયા હતા અને હવે ચૂંટણી મેદાનમાં રહેલા 14 ઉમેદવારો વચ્ચે રસાકસીનો જંગ જામશે. 9 સભ્યો એક સાથે ચૂંટી કાઢવા માટે પ્રથમ વખત ચૂંટણી યોજાશે.

ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે છેલ્લે સુધી સતત બેઠકોનો દોર ચાલ્યો હતો. જેથી તા. 3 જૂનના રોજ સવારે ચૂંટણી અધિકારીએ બેંકમાં ફાઇનલ યાદી બોર્ડ પર મુકી હતી. એક-બે નો સમાવેશ થયો હોત તો ચૂંટણી બિન હરીફ થઈ હોત. ભારે નારાજગી વચ્ચે પણ જૂના તમામ સભ્યો લડવા માટે યથાવત રહેતા છેવટે તેમની સામે 5 ઉમેદવારોએ લડવાનું નક્કી કર્યું. તેમાં જયેશ ગાંધી, રાજુ ગાંધી, વિના બેન ગાંધી, ગિરીશ દલાલ અને અકબર હુસેન પ્યારજીનો સમાવેશ થાય છે. હવે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં મતદારોનો સંપર્ક કરવા માટે ઉમેદવારો પ્રચાર માટેનુ આયોજન કરી રહ્યા છે. બીજી તરફ શિક્ષિત મતદારો બોડેલી અર્બન બેંકનુ 9 સભ્યોનુ નવું બોર્ડ કેવું હોવું જોઈએ તેનો અભ્યાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...