તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:નાનાકાંટવા દૂધ મંડળીમાંથી 2376 લિટર દૂધની ચોરી

બોડેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દૂધ મંડળીમાંથી દૂધ ચોરીનો બનાવ બન્યો તે તસવીર. - Divya Bhaskar
દૂધ મંડળીમાંથી દૂધ ચોરીનો બનાવ બન્યો તે તસવીર.
  • અધિકારી-ડિરેક્ટર અને મંડળી પ્રમુખે ચોરી અંગે તપાસ કરી
  • મંડળી પ્રમુખ સાથે ચર્ચા કરી પોલીસ ફરિયાદની તજવીજ

બોડેલી તાલુકાના નાનાકાંટવા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના કલસ્ટર મીલ્ક કલેક્શન સેન્ટરમાંથી કોઈક અજાણ્યા ઈસમો 2376 લિટર દૂધની ચોરી થતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે. કેમકે દૂધ ચોરી થયાની પ્રથમ ઘટના બનતા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. નાનાકાંટવા દૂધ મંડળીમાંથી ગાયના દૂધની અસામાજિક તત્વો દ્વારા ચોરીનો બનાવ બનતા બરોડા ડેરીના ડિરેક્ટર રણજીત રાઠવા અને અધિકારી સ્થળ પર દોડી આવીને પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી.

નાનાકાંટવા દૂધ મંડળીના પ્રમુખ પૂનાભાઈ અને ટેસ્ટર પ્રકાશભાઈ પુનાભાઈ રોજની જેમ દૂધ મંડળી પર આવ્યા હતા. પ્રકાશ ભાઈએ ડેરી ખોલતા અને તપાસ કરતાં કોલ સ્ટોરેજમાં મૂકેલું ગાયનું દૂધ 2376 લિટર ચોરાઈ ગયું હોવાનું માલુમ પડ્યું હતું. બનાવની જાણ થતાં દૂધ સભાસદો અને ગ્રામજનો ડેરી પર દોડી આવ્યા હતા. અલ્હાદપૂરા શીત કેન્દ્રમાંથી અધિકારી પ્રદિપસિહ આવ્યા અને બરોડા ડેરીના ડિરેક્ટર રણજીત રાઠવા પણ આવી પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...