ભાસ્કર વિશેષ:રણભૂંન-પાટીયા વચ્ચેના કૉઝવે પર પાણી ફરી વળ્યાં

બોડેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રણભુંન-પાટીયા વચ્ચેના કોઝવે પર મેરિયા નદીના પાણી ફરી વળતા લોકોને મુશ્કેલી પડી હતી. - Divya Bhaskar
રણભુંન-પાટીયા વચ્ચેના કોઝવે પર મેરિયા નદીના પાણી ફરી વળતા લોકોને મુશ્કેલી પડી હતી.
  • ગ્રામજનોને સામે કાંઠે જવા માટે 20 કિમીનો લાંબો ફેરો કરવો પડ્યો હતો
  • બપોર બાદ પાણી ઓસરતાં કોઝવેનો માર્ગ પુન: શરૂ થયો

બોડેલી તાલુકાના રણભૂંન અને પાટીયા ગામની વચ્ચે આવેલા કૉઝવે પર મેરિયા નદીના પાણી ફરી વળ્યા હતા. જેથી લોકોની અવરજવર અટકી પડતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. બપોર પછી પાણી ઓસરતાં કોઝવેનો માર્ગ પુનઃ લોકઉપયોગી બન્યો હતો.

ચોમાસા દરમ્યાન મેરિયા નદી પરના બે કોઝવે પર પુર આવવાથી અવરજવર બંધ થઈ જાય છે. મુલધરનો કોઝવે ઘણા સમયથી વરસાદી પાણીમાં તૂટી ગયો છતાં ત્યાં પ્રજાની અવરજવર માટે કામ થતું નથી. લોકોને 20 કિમીનો લાંબો ફેરો પડી રહ્યો છે. બોડેલીના રણભુંન અને પાટીયા વચ્ચે પણ કોઝવેનો માર્ગ સવારથી બંધ થઈ ગયો હતો. લોકોની અવરજવર બંધ થતાં લાંબો ફેરો કરવો પડ્યો હતો. કેટલાક જીવના જોખમે રસ્તો ઓળંગી રહ્યા હતા. બન્ને કોઝવેને બદલે પુલ બનાવવાની વર્ષો જૂની માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...