તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:‘સ્કૂલ ઓફ એક્સલન્સ’માં અદ્યતન ટેકનોલોજીથી બાળકોને શિક્ષણ અપાશે

બોડેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખત્રી વિદ્યાલયમાં જિલ્લા સ્તરની મીટીંગ મળી હતી. - Divya Bhaskar
ખત્રી વિદ્યાલયમાં જિલ્લા સ્તરની મીટીંગ મળી હતી.
  • બોડેલીની ખત્રી વિદ્યાલયમાં ‘સ્કૂલ ઓફ એક્સલન્સ’ની મીટિંગ મળી હતી
  • ટૂંક સમયમાં જિલ્લાની અન્ય ગ્રાન્ટેડ શાળાઓને પણ આવરી લેવાશે

બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલી ખત્રી વિદ્યાલયમાં સ્કૂલ ઓફ એક્સલન્સની મીટીંગ યોજાઇ હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માનનીય પરીક્ષા સચિવ ડોક્ટર વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં 20,000 જેટલી ડિજિટલ અને સિવિલ બે પ્રકારે છ વર્ષના સમયગાળામાં સ્કૂલ ઓફ એક્સલન્સ શાળાઓ તૈયાર થવા જઈ રહી છે.

જેમાં છોટાઉદેપુર જિલ્લામાં જે શાળામાં 300 કરતા વધુ બાળકો છે તેવી તાલુકા દીઠ 4 એમ કુલ 24 પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં તાલુકા દીઠ બે શાળાઓ એમ કુલ 12 શાળાઓને 100 દિવસની અંદર સ્કૂલ ઓફ એક્સલન્સ માટે પસંદગી પામી છે. સ્કૂલ ઓફ એક્સલન્સમાં સમગ્ર રાજ્યમાં છે. 14000 શાળાઓને આવરી લેવામાં આવી છે. સ્કૂલ ઓફ એક્સલન્સમાં અધતન ટેકનોલોજી દ્વારા બાળકોને શિક્ષણ આપવામાં આવશે.

સમગ્ર શાળામાં તમામ પ્રકારની લેબોરેટરી, લાઇબ્રેરી, દરેક વર્ગખંડમાં અદ્યતન, વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો એક સરખો ગણેશ સાથે સાથે સ્પોર્ટસને લગતી તેમજ તમામ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃતિઓ સ્કિલ, સ્કેલ અને સ્પીડ દ્વારા સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના બાળકોને શિક્ષણ મળે તે આ શાળાઓનો મુખ્ય હેતુ છે. ટૂંક સમયમાં સમગ્ર જિલ્લામાં આ પ્રકારની અદ્યતન શાળાઓ અસ્તિત્વમાં આવશે અને જિલ્લાના તમામ બાળકોની શિક્ષણની તરસ છીપાસે. આ માટે છોટાઉદેપુરની 12 શાળાના આચાર્ય સહિતનાઓ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટૂંક સમયમાં જિલ્લાની અન્ય ગ્રાન્ટેડ શાળાઓને પણ આવરી લેવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...