કપાસની આવક ઓછી:બોડેલીમાં કપાસનો ભાવ પ્રતિ ક્વિન્ટલના રૂ 9000થી 14000

બોડેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • APMCમાં ગત વર્ષ કરતા 2 લાખ ક્વિન્ટલ કપાસની આવક ઓછી
  • ચાલુ વર્ષે 2.55 લાખ ક્વિન્ટલ કપાસ બોડેલીમાં આવ્યો છે

બોડેલી ખેતીવાડી બજાર સમિતિના મુખ્ય યાર્ડમાં કપાસની જાહેર હરાજીમાં 150 કે તેથી વધુ વાહનો રોજ આવી રહ્યા છે. અને પ્રતિ ક્વિન્ટલ કપાસનો ભાવ રૂપિયા 9000થી 14000 બોલાઈ રહ્યો છે. શનિવારે 175 જેટલા વાહનોની આવક થઈ હતી.

ગત વર્ષે 5000 રૂપિયા સુધીનો ભાવ જળવાઈ રહ્યો હતો. છેલ્લે તો 4000 પણ થયો હતો. જ્યારે અત્યારે એટલો તો ઓછા અને વધારે ભાવ વચ્ચેનો તફાવત જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે કપાસના ખેડૂતોને ઉપજના સારા ભાવ મળ્યા છે. બોડેલી એપીએમસીમાં અત્યાર સુધી 2.54 લાખ ક્વિન્ટલ કપાસ આવ્યો છે. જોકે ગત વર્ષ કરતાં બે લાખ ક્વિન્ટલ કરતા ઓછો છે. રોજ આવતા કપાસના વાહનો જોતા હજી મે મહિના સુધી કપાસની આવક રહેશે તેમ દેખાઈ રહ્યું છે.

કપાસનો ભાવ સપ્તાહ અગાઉ ~14,444 પર પહોંચ્યો હતો
કપાસનો ભાવ ચાલુ વર્ષે ઐતિહાસિક બોલાઈ રહ્યો છે. સીઝનની શરૂઆતમાં 7000થી શરૂ થયેલો ભાવ તબક્કાવાર વધતો ગયો અને અત્યારે 14000 સુધી પડી રહ્યો છે. છેલ્લે કપાસની ગુણવત્તા ઠીકઠાક હોવાથી 9થી 10હજાર રૂપિયાનો ભાવ વધુ પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...