કપાસની હરાજી:બોડેલી માર્કેટમાં દોઢ મહિનાથી કપાસનો ભાવ 10 હજાર રૂપિયા બોલાઈ રહ્યો છે

બોડેલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોજ 400 જેટલા કપાસ ભરેલા વાહનો હરાજી માટે આવી રહ્યા છે

બોડેલી માર્કેટ અત્યારે કપાસના વાહનોથી દિવસ ભર ધમધમતું જોવા મળે છે. ખેડૂતોને કપાસનો વિક્રમી ભાવ મળતો હોવાથી લગ્નસરાની મોસમમાં ખેડૂતો બોડેલીના બજારમાં મન મૂકીને ખરીદી કરી રહ્યા છે. પ્રતિ ક્વિન્ટલ 8500થી 10,600 રૂપિયાનો ઉંચો ભાવ પડી રહ્યો છે.

ડઝન જેટલા વેપારીઓ હરાજી દ્વારા કપાસ ખરીદી રહ્યા છે. ટેકાનો ભાવ ખૂબ ઓછો હોવાને લીધે સીસીઆઈ દ્વારા આ વખતે કપાસની ખરીદી શરૂ થઈ શકી નથી. તેથી ખેડૂતો સરકારની નીતિથી નારાજ છે. ચાલુ વર્ષે અત્યાર સુધી અઢી લાખ ક્વિન્ટલ જેટલો કપાસ બોડેલી એપીએમસીની હદમાં ઠલવાઈ ચૂક્યો છે. ગત વર્ષે 5,80,000 ક્વિન્ટલ કપાસ આવ્યો હતો. તેનાથી આ વર્ષે ખૂબ ઓછો કપાસ આવ્યો છે. હોળી સુધી કપાસનો આવક રહેશે તેમ જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...