બોડેલીમાં મહારાષ્ટ્રના શિરડી તરફથી આવેલા મહેમાનો પૈકી ત્રણ કોરોના પોઝિટિવ આવ્યાના બે દિવસ પછી આરોગ્ય તંત્રે સફાળા જાગીને બોડેલીમાં જે ધરે મહેમાનો આવ્યા હતા તે ઘરમાં એક બાળક સહિત ચાર પરિજનોને હોમ કવોરોન્ટાઈન કરીને તેમના ધંધાનુ સ્થળ દુકાન બંધ કરીને સ્ટિકર લગાવીને કામગીરી હાથ ધરી હતી.
બોડેલીના ડભોઈ રોડ પર સ્પેર પાર્ટ્સની દુકાન ધરાવતા અને ઉપરના માળે રહેતા વેપારીને ત્યાં મહારાષ્ટ્રના શિરડી તરફથી ગાડી લઈને કેટલાક મહેમાનો આવ્યા હતા. તા. 8 ના રોજ ત્રણની તબિયત બગડતાં કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવતાં જ વિસ્તાર સહિત નગરમાં લોકો ગભરાઈ ગયા હતા. કોરોનાગ્રસ્ત દર્દીઓ સહિત મહેમાનો તો રિપોર્ટની રાહ જોયા વિના જ તુરંત ગાડી લઈને રવાના થઈ ગયા પણ પોઝિટિવ રિપોર્ટથી બોડેલીમાં ચર્ચાનો વિષય ઊભો થયો હતો.
જાગૃત લોકોએ આરોગ્ય વિભાગ અને પોલીસ મથકે જાણ કરવા છતાંય કોઇ જ પગલાં ભર્યા ન હતા. પણ દિવ્ય ભાસ્કરના અહેવાલે આરોગ્ય તંત્રની ઊંઘ હરામ કરી હોય તેમ બીજા દિવસે બોડેલીના ડભોઈ રોડ પર દુકાન અને મકાન પર આરોગ્યની ટીમ પહોંચી હતી અને દુકાન બંધ કરાવી સ્ટીકર લગાવ્યું હતું તેમજ બાળક સહિત પરિવારના ચારેય સભ્યોને હોમ કવોરન્ટાઈન કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.