તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:કડીલા પાસે રેતી ભરેલી ટ્રકના ચાલકનો અધિકારી પર ટ્રક ચઢાવી દેવાનો પ્રયાસ

બોડેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બોડેલી સેવાસદન પાસે રેતીની ટ્રક અટકાવી હતી ત્યારની તસવીર. - Divya Bhaskar
બોડેલી સેવાસદન પાસે રેતીની ટ્રક અટકાવી હતી ત્યારની તસવીર.

બોડેલીથી વડોદરા તરફ ઓવર લોડ રેતી ભરીને જઈ રહેલી ટ્રકના ચાલકે બોડેલી નાયબ મામલતદાર સહિતની ટીમ પર જાનથી મારી નાંખવાનો મલિન ઈરાદો રાખી ટ્રક ચઢાવી દેવાનો પ્રયાસ કરી ફરાર થઈ ગયો હતો. ટ્રક ચાલક સહિત ઈસમો સામે પોલીસ ફરિયાદ કરતાં બોડેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઢોકલીયા ચોકડી પાસે પ્રાંત અધિકારીની ગાડી આગળ ઓવર લોડ રેતી ભરેલી ટ્રક જતી દેખાતાં બોડેલી સેવાસદનને જાણ કરતાં નાયબ મામલતદાર રાજેશ ભટોળ સહિત કુલ 4 જણાંની ટીમ સેવાસદન પાસે ઊભી હતી. ત્યાં ટ્રક અટકાવી ચાલક પાસે પાવતી માંગી, જેમાં 40 ટન રેતીનો ઉલ્લેખ હતો. પરંતુ વધુ રેતી હોવાનું જણાતાં કડિલા પાસે વજન કાંટા પર ટ્રક લઈ ગયા. ત્યાં કાંટો બગડેલો હોવાથી પીઠાના કાંટા પર લઈ જવાનું કહેતાં ત્યાં ટ્રક ચાલક સહિતના ઈસમોએ દાદાગીરી શરૂ કરી હતી. અને કહ્યું કે કોની પરમિશનથી આવ્યા છો, પોલીસ તો એક જ દિવસમાં છોડી દેશે. કહી જાણે બધાને ખિસ્સામાં લઇને ફરતા હોય તેમ રુઆબ છાંટી આ લોકો પર ટ્રક ચઢાવી મારી નાખો કહીને હુમલો કરવાનો પ્રયાસ કરી ભાગી છૂટયા હતા.

જિલ્લામાં રેતી માફિયાઓને કેટલાક અધિકારીઓની નિષ્ક્રિયતાને લીધે જ પ્રોત્સાહન મળ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. રેતી માફિયા હવે કોઈને ગાંઠતાં નથી ત્યારે હુમલો થવાની ફરિયાદ થતા બોડેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...