તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ભદ્રાલી વસાહતની જર્જરિત શાળા બાળકો માટે જોખમરૂપ

બોડેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભદ્રાલી ગામની જર્જરિત શાળા. - Divya Bhaskar
ભદ્રાલી ગામની જર્જરિત શાળા.
  • નવી ઇમારત બનાવવા વિરોધ પક્ષના નેતાની રજૂઆત

બોડેલી તાલુકાના ભદ્રાલી ગામે હાફેસ્વર વસાહતની પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડામાં બાળકો ભણવા બેસતા હોય છે. ત્યારે જોખમરૂપ જર્જરિત શાળાને ઉતારી નવી શાળા બનાવવા માટે તે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા વિરોધ પક્ષના નેતા દિવ્યેશ પટેલે તાલુકાની આવી જર્જરિત શાળાને નવું રૂપ આપવા માટે રજૂઆત કરી છે. હાલ બાળકો ઘરે જ ભણી રહ્યા છે, ત્યારે જર્જરિત શાળાઓને બદલે નવી શાળા બનાવાય તે સમયની માંગ છે. ભદ્રાલીની વસાહતની શાળા ધોરણ 1થી5 સુધીની છે. ત્યાં બે શિક્ષકો વચ્ચે 46 જેટલા બાળકો ભણી રહ્યા છે.

ત્યાં બેસીને ભણવું બાળકો માટે જોખમ રૂપ છે. જેથી સૂર્યા ઘોડાના તાલુકા સદસ્ય અને વિરોધ પક્ષના નેતાએ બોડેલી તા. પા.ની સામાન્ય સભામાં આ મુદ્દે રજૂઆત કરી તેનો હકારત્મક જવાબ પણ મળ્યો છે. તાલુકાની આવી જર્જરિત શાળાઓને પ્રાથમિકતા આપી નવી શાળા માટે આયોજન થાય તેવું પણ જણાવ્યું હતું. અત્યારે ઘણી શાળાઓનુ કામ ચાલી રહ્યું છે. ત્યારે શાળાઓ શરૂ થાય તે પહેલાં કામ શરૂ થાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...