ભાસ્કર વિશેષ:કુંદનપુરનું સિંચાઈ તળાવ ભરાતાં રવી પાકનું સંકટ ટળ્યું

બોડેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
100એકરમાં પથરાયેલું કુંદનપુર નુબવિષદ તળાવ. - Divya Bhaskar
100એકરમાં પથરાયેલું કુંદનપુર નુબવિષદ તળાવ.
  • જિલ્લાનું સૌથી મોટું 100 એકરમાં પથરાયેલું તળાવ ખેતી-પશુઓ માટે આશીર્વાદરૂપ
  • ઉનાળામાં​​​​​​​ જરૂર પડે નર્મદા કેનાલમાંથી પાણી આપે તેવી ખેડૂતો દ્વારા રજૂઆત કરાઈ

છોટાઉદેપુર જિલ્લાનું સૌથી મોટું સિંચાઈ તળાવ ગણાતું બોડેલી તાલુકાના કુંદનપુર આવ્યું છે. તેમાં ચાલુ વર્ષે વરસાદી પાણી ભરાઈ જતાં કુંદનપુર સહીત આજુબાજુના 10થી વધુ ગામોના ખેડૂતો માટે રવિ પાક માટે પાણીની મુશ્કેલી પડવાની શક્યતા નહિવત દેખાઈ રહી છે.

વરસાદી પાણીથી તળાવ ભરાય તો જ વિસ્તારના ખેડૂતો રવિ પાક લઇ શકે છે. જો વરસાદ પૂરતો ન પડે તો ખેડૂતો માટે મુશ્કેલી સર્જાય છે. આ તળાવ 100 એકરમાં પથરાયેલું છે. તેની ઊંડાઈ 12 ફૂટ હાલમાં છે. છેલ્લા બે ત્રણ વર્ષથી તળાવ ઊંડું કરવાની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. સ્થાનિક ખેડૂતો આ અંગે વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરી છે કે સાડા ત્રણ કિમીના અંતરે નર્મદા મુખ્ય કેનાલ પસાર થાય છે. ઉનાળામાં તળાવમાં પાણી ભરી આપે તો અનેક ગામોના પશુધન માટે પીવાના પાણીની સમસ્યાનો હલ થઇ શકે તેમ છે.

હાલ તો તળાવમાં વરસેલા વરસાદના પાણીથી 9 ફૂટ જેટલું પાણી ભરાતા ખેડૂતોને રવિ પાકનું સંકટ ટળ્યું છે. પશુધન માટે પણ પીવાના પાણીનો પ્રશ્ન હાલ તબક્કે હલ થયો છે. વરસાદ આધારિત કુંદનપુરનું સિંચાઈ તળાવ ભરાતા ખેડૂતોના માથે પાણીનું સંકટ ટળ્યું છે. જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...