તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વધુ એક છબરડો:બોડેલીની શિક્ષિકાએ વેક્સિન ન લીધી હોવા છતાં સર્ટિફિકેટ આવ્યું

બોડેલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રજા પર રહેલી શિક્ષિકાને બીજા ડોઝ માટે પણ કોલ આવે છે
  • આરોગ્ય વિભાગનો વધુ એક છબરડો બહાર આવ્યો

બોડેલીની એક સોસાયટીમાં રહેતી શિક્ષિકા છ મહિના રજા પર હતી તેથી વેક્સિન લીધી ન હતી. છતાં શિક્ષિકાને વેક્સિન લીધી હોવાનું સર્ટિફિકેટ મળતાં આશ્ચર્ય થયું હતું. વધારે આશ્ચર્ય તો ત્યારે થયું કે પહેલો ડોઝ લીધો નથી અને બીજા ડોઝ માટે હવે શિક્ષિકાને કોલ આવી રહ્યા છે. બોડેલી તાલુકાના એક ગામડામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મહિલા છ મહિના પ્રસૂતિ માટે રજા પર હતા, જેથી તેઓએ હજી સુધી વેક્સિન લીધી ન હતી. મે મહિનાના અંતમાં જ શિક્ષિકા હાજર થયા છે.

ત્યારે તેઓને પ્રથમ ડોઝ હજુ લીધો નથી ત્યાં બીજો ડોઝ લેવા માટે કોલ આવી રહ્યા છે. શિક્ષિકાએ જણાવ્યું હતું કે હજી પહેલો ડોઝ જ લીધો નથી અને તેનું સર્ટિફિકેટ પણ આવ્યું છે. ત્યારે તંત્રે એમ જણાવ્યું હતું કે અમે ચેક કરી લઈએ છે. શિક્ષિકાને બોડેલીમાંથી જ વેક્સિન લીધી હોવાનો મેસેજ આવ્યો હતો. તંત્રના આવા છબરડાથી લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...