વિખૂટાં:વાટા-ખડકલા વચ્ચેનું નાળું પૂરમાં તૂટી પડતાં 15 ગામ વિખૂટાં પડ્યાં

બોડેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં અતિ ભારે વરસાદમાં નદી અને કોતરો છલકાઈ જતાં બોડેલીના વાટા અને ખડકલા વચ્ચેનુ નાળું તૂટી જતાં ખડકલા તરફના 15 જેટલા ગામોનો વિખૂટા પડ્યા છે. આશરે 20 વર્ષ જૂનું નાળું આ વખતના વરસાદી પુરને ઝીલી ન શક્યું અને રસ્તા વચ્ચે નાળાનો ભાગ તૂટીને જુદો થઈ ગયો હતો.

વાટા અને તાડકાછલા ગામો એક તરફ રહ્યા અને ખડકલા તરફના 15 જેટલા ગામો ગેડીયા, કોલનપુર, ખાંડીયા કૂવા, ભેસાવહી, હરખપુર જેવા ગામો વિખૂટા પડ્યા છે. ત્યાં રીતસર ત્રણ ભાગ જ થઈ ગયા છે. બોડેલી આવવા માટે ખડકલા તરફ ના ગામોને 12 કિમીનુ અંતર થાય છે. પણ નાળું તૂટતાં હવે પાવી જેતપુર થઈને બોડેલી જવા માટે 25 કિમી જેટલું બમણું અંતર થાય છે.પણી ઓસરી ગયા છે, પણ સમસ્યા સર્જ્યો ગયો છે. ત્યારે વિસ્તારના પ્રતિનિધિ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન પ્રકાશ વાસદિયાએ સ્થળની મુલાકાત લઈને જિલ્લા બાંધકામ વિભાગને વહેલી તકે નાળાનું સમારકામ કરવા રજૂઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...