તપાસ:વાંકીની ગુમ યુવતીની લાશ મોટાકાંટવા કેનાલમાંથી મળી

બોડેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 28મીએ ઘરેથી ગયેલી યુવતીની લાશ તા.1ની રોજ મળી

બોડેલી તાલુકાના મોટા કાંટવા ગામ પાસેની કેનાલમાંથી 19 વર્ષીય યુવતીની લાશ મળી આવી છે. પાવી જેતપુરના વાંકી ગામે ખેતી કરતા જેન્તીભાઈ નાયકાના છ સંતાનો પૈકી પાંચમા ક્રમની કુંવારી યુવતી અંજુબેન ઉ.વ. 19 તા. 28 ના રોજ ઘરેથી નીકળી હતી. જે પરત આવી ન હતી. ત્યારે તા. 1 મેના રોજ ગામના સરપંચના મોબાઈલના વોટસએપ પર કેનાલમાંથી યુવતી મળી હોવાના ફોટા આવ્યા હોય તે જેન્તીભાઇને બતાવ્યા હતા. ત્યારે ખબર પડી કે આ તો મારી છોકરીએ પહેર્યા તે કપડાં છે.

તુરંત ઘટના સ્થળે સરપંચ સાથે જઈને બોડેલી દવાખાને પીએમ રૂમમાં રાખી હતી, ત્યાં ગયા હતા અને ઓળખ કરી હતી. પિતાને ખબર પડી ત્યારે તો પુત્રી અંજુબેનની લાશ કેનાલમાંથી બહાર કાઢીને પી એમ રૂમમાં મૂકી દેવાઈ હતી. યુવતીની લાશ ક્યાં સંજોગોમાં કેનાલમાંથી મળી તેની પોલીસ તપાસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...