ક્રાઇમ:ભગવાનપૂરા કેનાલમાંથી પ્રેમી પંખીડાની લાશ મળતાં ચકચાર

બોડેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોડેલીનો યુવક અને પાવી જેતપુર તાલુકાની યુવતી હોવાનું બહાર આવ્યું

બોડેલી તાલુકાના ભગવાન પુરા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી પ્રેમી પંખીડાની લાશ મળી આવી હતી. બોડેલીના સાલપૂરાનો યુવક અને પાવી જેતપુરની યુવતી હોવાનું બહાર આવ્યું હતું. બનાવની જાણ બોડેલી પોલીસને થતા તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને લાશ બહાર કઢાવીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હતી.

બોડેલી તાલુકાના ભગવાન પુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં પ્રેમી પંખીડાની લાશ પાણીમાં તરતી જોવા મળી હતી. આ અંગેની જાણ બોડેલી પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી હતી. અને પોલીસે બન્ને લાશને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. બનાવની જાણ થતાં આસપાસના ગામના લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા. પોલીસ તપાસમાં કૌશિકભાઈ બારીયા (રહે સાલપુર તા. બોડેલી જિ. છોટાઉદેપુર) અને શીતલબેન રાઠવા (રહે. કુકણા તા. પાવીજેતપુર જિ. છોટાઉદેપુર) ના હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ બે દિવસ અગાઉ બન્ને પોતાના ઘરેની જતા રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે જ્યારે લાશ મળી ત્યારે બન્નેના હાથ પર ઓઢણી બાંધેલી મળી આવી હતી. બોડેલી પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે જબૂગામ સરકારી દવાખાને મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.

અન્ય સમાચારો પણ છે...