અકસ્માત:છોટાઉદેપુરના ધનપુર પાસે ટ્રકની ટક્કરથી બાઈક ચાલકનો પગ કપાયો

બોડેલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આમરોલીના શખ્સ બોડેલી તરફ આવી રહ્યા હતા
  • ઈજાગ્રસ્તને 108 દ્વારા વડોદરા રિફર કરાયો

બોડેલી તાલુકાના ધનપુર ગામ પાસે ટ્રકના ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકનો પગ કપાઈ જતા 108 દ્વારા વડોદરા રીફર કારવામાં આવ્યો હતો.નસવાડી તાલુકાના આમરોલી ગામે રહેતા હિતેશભાઈ તડવી બોડેલી તરફ આવી રહ્યા હતા. તે સમય દરમિયાન નસવાડી - બોડેલી હાઇવે પર ધનપુર ગામ પાસે ટ્રકના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેથી બાઈક ચાલક હિતેશભાઈ રોડ પર પટકાયા હતા અને તેઓનો પગ કપાઈ જતા 108 એમ્બ્યુલન્સમાં બોડેલી સરકારી દવાખાનામાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ જતાં બોડેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...