ભાસ્કર વિશેષ:ST તંત્રે ‘ગામમાં બસ લાવવી હશે તો સફાઈ કરો’ કહેતાં ઢેબરપુરાની છોકરીઓએ શ્રમદાન કર્યું

બોડેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
બોડેલીના ઢેબરપૂરાની છોકરીઓ શ્રમ દાન કરતી નજરે પડે છે - Divya Bhaskar
બોડેલીના ઢેબરપૂરાની છોકરીઓ શ્રમ દાન કરતી નજરે પડે છે
  • તંત્રે ઝાડીઓ સાફ ન કરતાં છોકરીઓના સમૂહે તંત્ર હાથમાં લીધું

બોડેલી તાલુકા ના ઢેબરપુરા ગામની છોકરીઓએ રસ્તાની આજુબાજુ ઉગી નીકળેલી ઝાડીઓ જાતે જ સાફ કરીને ગામમાં એસટી બસ આવે તેવા પ્રયાસ હાથ ધરતાં લોકોએ તેમની ઘગશને બિરદાવી હતી. થોડાક દિવસ અગાઉ ઢેબરપુરા તરફની છોકરીઓએ બોડેલી એસટી ડેપોમાં જઈને ગામમાં બસ ચાલુ કરાવવા ઉગ્ર રજૂઆત કરી હતી.

ગામની આશરે 70જેટલી છોકરીઓ બોડેલીની શાળા અને કોલેજમાં અભ્યાસ માટે આવે છે. તેઓને ચાર કિ. મી. ચાલીને મુખ્ય રસ્તા પર આવવું પડે છે અને ત્યાંથી ખાનગી વાહનમાં આવજા કરવી પડે છે. સરકારે કન્યા કેળવણીને લઇને મફત મુસાફરીનો એસટી પાસ આપ્યો છે, પણ તે કોઈ ઉપયોગમાં આવતો નથી.

એસટી તંત્રે અખબારી અહેવાલ પછી કહ્યું કે જો ગામમાં બસ લાવવી હશે તો રસ્તાની આજુબાજુની ઝાડીઓ દૂર કરવી પડશે. આ અંગે પંચાયતે કામ ન કરતાં છેવટે બોડેલી અભ્યાસ કરતી છોકરીઓ જાતે ઝાડીઓ કાપીને દૂર કરવા ના કામે લાગી ગઇ હતી. તેઓની લગન અને ઈચ્છાશક્તિ દાદ માંગી લે તેમ છે. હવે એસટી તંત્ર શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...