તસ્કરી:બોડેલી ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરમાં તસ્કરોએ 5 દાનપેટી તોડી

બોડેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
BAPS સ્વામિનારાયણ મંદિરમાં તૂટેલી દાનપેટી. - Divya Bhaskar
BAPS સ્વામિનારાયણ મંદિરમાં તૂટેલી દાનપેટી.
  • પાંચેક તસ્કરો આશરે ~25 હજાર જેટલી રકમ લઈ જતા કેમેરામાં કેદ
  • બોડેલીમાં મંદિરો તસ્કરોના નિશાને છતાં પોલીસ નિષ્ક્રિય

બોડેલીના છોટાઉદેપુર રોડ પર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના શિખરબદ્ધ મંદિરમાં રાતે પાંચેક તસ્કરો રાતે ઘૂસી આવ્યા હતા અને મંદિરની વિવિધ પ્રતિમાઓ આગળ મુકેલી પાંચ દાનપેટી તોડીને આશરે ~25 હજાર જેટલી રોકડ રકમ ચોરી ગયા હોવાનો બનાવ બનતા હરિ ભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી હતી.

બોડેલીમાં છેલ્લા કેટલાક સમયથી મંદિરોની દાન પેટી તૂટવાના અસંખ્ય બનાવ બન્યા છે. મંદિરો તસ્કરોના નિશાને છે. છતાં પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે સવાલ ઉભા થયા છે. સ્વામિનારાયણ મંદિરમાં રાતે પાંચેક તસ્કરો લોખંડની જાળીવાળા દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા.

મંદિરની આગળ બન્ને બાજુ મુકેલી દાનપેટી, પૂર્વ દિશાએ શિવ પરિવારના મંદિર આગળ, પશ્ચિમ દિશાએ રામ પરિવારની આગળ અને પ્રમુખ સ્વામી મહારાજના મંદિર આગળની દાનપેટી મળી કુલ પાંચ દાન પેટી તસ્કરોએ તોડીને આશરે ~25 હજારની ચોરી કરી હતી. દાન પેટીમાં એનાથી પણ વધુ રકમની ચોરી થયાનુ ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...