આયોજન:જબુગામમાં શ્રીરામ અલૌકિક કથા 4 જાન્યુઆરીથી યોજાશે

જબુગામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનો દ્વારા ચાલી રહેલું કથાનું ભવ્ય આયોજન
  • કથાનું અમૃતજ્ઞાન તિલકવાડાના વિરંચીપ્રસાદ શાસ્ત્રીજી વ્યાસપીઠ ઉપર કરાવશે

બોડેલી તાલુકાના જબુગામ ખાતે સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રીરામ અલૌકિક કથા દ્વારકાધીશ મંદિર જબુગામના પટાંગણમાં તા. 4 જાન્યુઆરીને મંગળવારના રોજથી 12 જાન્યુઆરીના રોજ યોજાશે. જબુગામ ખાતે સમસ્ત ગ્રામજનો દ્વારા કથાનું ભવ્ય આયોજન કરાયું છે. કથાનું અમૃતજ્ઞાન તિલકવાડાના વિરંચીપ્રસાદ શાસ્ત્રીજી વ્યાસપીઠ ઉપર તેમની દિવ્ય વાણી દ્વારા કરાવશે. કથાનો પ્રારંભ 1008 વૈકટેશાચાર્યજી મહારાજના કરમ કમલો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને થનાર છે.

મુખ્ય મનોરથી બ્રાહ્મણ શેરીના મીનાબેન ચંન્દ્રશંકર ભટ્ટના ઘરેથી સવારે 9 કલાકે પોથીયાત્રા નિકળી દ્વારકાધીશ મંદિરે પહોંચશે. 4 જાન્યુ.થી કથાનો સમય બપોરના 2-30 કલાકથી સાંજના 5-30 કલાક સુધીનો રહેશે. જેમાં વિવિધ ઉત્સવ, મનોરથો યોજાશે. તા. 6ને ગુરુવારના રોજ 5 કલાકે શ્રીરામ જન્મોત્સવ, તા. 7ના રોજ 5 કલાકે સીતારામ વિવાહ, તા. 12ના રોજ 2 કલાકે રામરાજ્યાભિષેક યોજાશે.

કથાની પૂર્ણાહુતિ રૂપે શોભાયાત્રા કથા મંડપમાંથી નીકળી જબુગામ નગરના રાજમાર્ગ પરથી ગોપાલદાસ ગોવિદલાલ બક્ષી (બાટા)ના નિવાસ્થાને પહોંચશે. શ્રીરામ અલૌકિક દિવ્ય કથાનો લાભ લેવા ભક્તજનોને સમસ્ત ગ્રામજનો દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવાયું છે. સદર કથા કોરોના ગાઇડલાઇન મુજબ શ્રોતાજનોએ કથા સાંભળવા આવવાનું રહેશે. જેની ખાસ નોંધ લેવા આયોજન સમિતિ દ્વારા જણાવવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...