સેમિનાર:બોડેલીની ખત્રી વિદ્યા.માં શિષ્યવૃત્તિની યોજનાઓ બાબતે સેમિનાર યોજાયો

બોડેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુરજિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સરકારમાંથી વિવિધ શિષ્યવૃત્તિની યોજનાઓ વિશે જિલ્લાની શાળાઓનો બોડેલી ખત્રી વિદ્યાલય મુકામે સેમીનાર યોજી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ખત્રી વિદ્યાલય બોડેલી ખાતે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફીસમાંથી શિક્ષણ નિરીક્ષક આઈ આર સોનીના અધ્યક્ષ સ્થાને તથા મદદનીશ શિક્ષક નિરીક્ષક અમિતભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને સરકારની શિષ્યવૃત્તિનો લાભ મળી શકે તે હેતુસર સરકાર દ્વારા એનએમએમએસની પરીક્ષા યોજી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

જે વિદ્યાર્થીઓ જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળામાંથી એનએમએમએસની પરીક્ષા પાસ કરેલ હોય અને જુદીજુદી માધ્યમિક શાળામાં પ્રવેશ કરે છે. ત્યારે વિદ્યાર્થીની આ માહિતી ભારત સરકારની વેબસાઈટ એનએસપી પોર્ટલ ઉપર અપલોડ કરવાની થતી હોવાથી માધ્યમિક શાળાના વહીવટી કર્મચાર, સીઆરસી, બીઆરસી દ્વારા તાલીમ શિબિર યોજાઇ હતી. તાલીમ આપનાર પટેલ રશમીકાંત એસ. ઉપશિક્ષક ચિચોડ પ્રાથમિક શાળા એનએસપી જિલ્લા નોડલ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાની માહિતી આપી હતી. જે વિદ્યાર્થીની વાલીની વાર્ષિક આવક એક લાખ વીસ હજાર કરતા ઓછી હોય તે વિદ્યાર્થીને પરીક્ષાનો લાભ મળે છે. ગત વર્ષે પાસ 5097 વિદ્યાર્થીઓને એનએમએમએસ શિષ્યવૃત્તિનો લાભ મળશે. જિલ્લાના 72 વિદ્યાર્થીઓને મેરીટમા આવતા હોઇ અને અગાઉના વર્ષના 60 વિદ્યાર્થી કુલ 132 વિદ્યાર્થીઓ ડેટા અપલોડ કરવા માટેની તાલીમ અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...