બોડેલીના પિક અપ સ્ટેન્ડ પર આવેલી અનાજ કરિયાણાની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પડ્યો હતો. ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનાથી વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો.
બોડેલી નગરમા ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ વધી રહ્યું છે. જ્યારે કેટલાક વેપારીઓ દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં થતાં હોવાની ફરિયાદ ઉઠી હતી. વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ અચાનક બોડેલી ખાતે તપાસ હાથ ધરી હતી.
બોડેલીના પિક અપ સ્ટેન્ડ પર આવેલી અવધ ટ્રેડર્સ નામની દુકાનમાં અધિકારીઓએ દરોડો પાડ્યો હતો અને દુકાનમાં તપાસ કરતા મધુરમ સ્પેશ્યલ પટની મરચું પાવડર, અને કિશિવ અથાણા સંભાર શંકાસ્પદ લાગતા બંનેના નમુના લઇ લેબોરેટરીમાં ટેસ્ટિંગ અર્થે મોકલવામાં આવ્યા છે. જ્યારે તંત્રની તવાઈના પગલે ખાદ્ય વસ્તુ વેચનાર વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.