રેસકયુ:પાંધરામાં કૂવામાંથી 4 ફૂટ લાંબા રસેલ વાઈપર સાપનું રેસ્કયૂ

જબુગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાપને જાંબુઘોડાના અભયારણ્ય વિસ્તારમાં મુક્ત કર્યો

બોડેલીતાલુકાના પાંધરા ગામે એક ખેડૂતના ખેતરમાં આવેલા કુવામાં 4 ફુટ લાંબો રસેલ વાઈપર સાપ જોવા મળ્યો હતો. જેની બોડેલી વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના સદસ્ય તેમજ વનવિભાગના અધિકારીઓએ સંયુક્ત રીતે રેસકયુ કરી ઝડપી પાડ્યો હતો.

જબુગામ નજીકના પાંધરા ગામે એક ખેડૂતના ખેતરમાં આવેલા પીયતના પાણીના કુવામાં એક 4 ફૂટ લાંબો રસેલ વાઇપર ઝેરી સાપ જોવા મળતા જે અંગે ગ્રામજનોએ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના માઈકલ બારીયા અને મનોજભોઈ તેમજ વન વિભાગના અધિકારી નિરંજનભાઈ રાઠવાને જાણ કરતાં જ ઘટનાસ્થળે પહોંચી 4 ફુટ લાંબા ઝેરી સાપનુ રેસકયુ કરી સિફતપૂર્વક પકડી જાંબુઘોડા અભ્યારણના કુદરતી નૈસર્ગિક વિસ્તારમાં મુક્ત કયૉ હતો.

અન્ય સમાચારો પણ છે...