તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:નઈ સોચ નઈ રાહેના નામે 2.5 કરોડનું ઉઠમણું ,ત્રણની ધરપકડ

બોડેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોડેલીમાં બેન્કિંગ શાખા ખોલી 52 એજન્ટો નિમ્યા હતા
  • વડોદરાના હોટેલિયરે 11 લાખ ગુમાવતાં ફરિયાદ નોંધાઈ

યુવાનિધી ગ્રૂપ ‘નઇ સોચ નઇ રાહે’ નામે બોડેલીના ડભોઈ રોડ પર અગ્રવાલ કોમ્પલેક્ષની સામે બ્રાન્ચ ખોલીને ડેઇલી તથા મંથલી તથા ફિક્સ ડિપોઝિટના નામે 584 જેટલા બચતકારોના લગભગ 2.5 કરોડ રૂપિયા જમા થયા તે ન ચૂકવીને છેતરપિંડી કર્યાનું પ્રકાશમાં આવતા બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

આરબીઆઇ બેંક માન્યતા પ્રાપ્ત યુવાનિધી ગ્રૂપ ‘નઇ સોચ નઇ રાહે’ નામની ડેઇલી તથા મંથલી તથા ફિક્સ ડિપોઝિટના બેંકર તરીકે સમગ્ર ગુજરાત રાજ્યની ઓથોરીટી મેળવી તે બાબતેની બુકલેટ છપાવી અમદાવાદ શહેરમાં નરોડા ખાતે મેઇન ઓફિસ ખોલી યુવાનિધી કંપનીની એક શાખા બોડેલી ખાતે ખોલીને તેના બ્રાન્ચ મેનેજર તરીકે મોહમદ હશન પઠાણ રહે.89, જીન્દાલ રેસીડન્સીની નિમણૂક કરી હતી.

બોડેલી વિસ્તારમાં 52 એજન્ટો નિમ્યા હતા તેમાં 15 કાર્યરત હતા. બોડેલી તોરલ હોટલના સંચાલક અવિનાશભાઇ રાજુભાઇ શેટ્ટી મુળ રહે.ગ્રીન ફિલ્ડ-3, સી-402, વાસણા, ભાયલી રોડ, વડોદરાએ પણ 8 લાખ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું હતું. પણ સમયે 11 લાખ રકમ વ્યાજ સહિત ન મળતા ફરિયાદ નોંધાવી હતી. તે પૈકી અતુલકુમારસિંઘ સાહબદયાલસિંઘ રહે.બી-2, ભાગ્ય લક્ષ્મી સોસાયટી, નિકોલ નરોડા, અમદાવાદ, મેહુલકુમાર ઉપેન્દ્રભાઇ વ્યાસ રહે.ડી-718, સીમાપાર્ક, અંબીકાનગર, ઓઢવ, અમદાવાદ, સુરેન્દ્રસિંઘ સભાજીતસિંઘ રાજપૂત રહે.A1/A2, માતૃભૂમિ સોસાયટી, ન્યુ ઈન્ડિયા કોલોની રોડ, મનોહરવીલા, નિકોલ, અમદાવાદ, મોહમદ હશન ઈમામુદીન જાતે પઠાણ (મુસ્લિમ) રહે. જીન્દાલ રેસીડન્સી, જીન્દાલ કોમ્પ્લેક્ષની પાછળ, બોડેલી,રફિકભાઇ સદરુદ્દીન ખોજા રહે.વિસાડી તા.બોડેલી, હાલ રહે.સાધનાનગર સોસાયટી, બોડેલી સામે ગુનો નોંધી ડાયરેકટર મેહુલ વ્યાસ, બ્રાન્ચ મેનેજર મહંમદ હુસેન પઠાણ અને એજન્ટ રફીક ખોજાની બોડેલી પોલીસે અટક કરી છે.

અન્ય સમાચારો પણ છે...