હાલાકી:અડધા બોડેલી, ઢોકલિયા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતાં રહીશો ત્રસ્ત

બોડેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લઢોદ ફીડરને કાર્યરત કરવામાં આવે તેવી લોક માગ
  • ઢોકલિયા ફીડરમાં ચલામલી, માંકની, અલ્હાદ પુરા, ચાચકનો પણ સમાવેશ

બોડેલીના અડધા વિસ્તાર અને ઢોકલિયામાં દર કલાકે લાઈટોની આવજા થતાં ભર ઉનાળે લોકો ગરમીમાં સેકાતા ગ્રામજનો વિજ કચેરી સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ઢોકલિયા ફીડરમાં બોડેલીનો ફાટક અંદરનો વિસ્તાર ગરબી ચોક, પટેલ કમ્પાઉન્ડ, ઢોકલિયા સાથે અલ્હાદ પૂરા, માંકની, ચલામલીનો વિસ્તાર પણ આવરી લેવાયો છે.

આ વિસ્તાર માટે લઢોદ ફીડર ઊભું કરાયું છે. પણ જેટકો દ્વારા હજી ચાલુ કરાયું નથી. જો લઢોદ ફીડર ચાલુ કરાય તો સમસ્યાનુ નિરાકરણ આવી શકે તેમ છે. બોડેલીમાં પાણીની અનિયમિતતા માટે પણ વિજ પુરવઠો ખોરવાતો હોય તે છે. કેમકે બોડેલીનો કૂવો ઢોકલિયા વિસ્તારમાં આવેલો છે. તેમ સરપંચ કાર્તિક શાહે જણાવ્યું હતું. વિજ કચેરીની પ્રજાલક્ષી કામગીરી થતી ન હોવાથી લોકો ભર ઉનાળે ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. તેમ ચોમાસામાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...