કાર્યવાહી:બોડેલીના મોડાસર ચોકડી પરથી 11 ગાયો ભરેલી ટ્રક પોલીસે કબજે કરી

બોડેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રક સાથે ત્રણ ઇસમોની અટક કરી, 11 ગાયોને પાંજરા પોળ મોકલી અપાઇ

બોડેલી નજીક મોડાસર ચોકડી પાસેથી બોડેલી પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી પાસ પરમીટ વિના લઈ જવાતા 11 ગાય અને વચ્ચરડાઓ સાથેની ટ્રક ઝડપી ચાલક સહિત ત્રણ ઈસમ અને 11 લાખ 82 હજારનો મુદ્દામાલ જપ્ત કરીને બોડેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પી.એસ.આઈ, વી. એન. પ્રજાપતિ એ ગૌ વંશ ભરેલી ટ્રક પકડી હોવાની માહિતી મળતા બોડેલી પોલીસ મોડાસર ચાર રસ્તા પાસે પહોંચી હતી. ત્યાં ટ્રક નં. HR 57A5609માં તપાસ કરતાથી ટૂંકા દોરડાથી કૂરતા પૂર્વક બાધેલ એચ એફ જાતિની 9 ગાય અને 2 વાછરડા મળી આવયા હતા.

ટ્રકમાં સવાર ત્રણ ઈસમ બાલાકારસિંહ પાબરસિંહ બાજીગર રહે. ખુઇયા માલકાના જિલ્લો સીરસા હરિયાણા. સોનુ સુરજીત રામ બાજીગર રહે લોગલ્લા જિ. હનુમાનગઢ રાજસ્થાન. હર્ષીરામ ઉફે હૅપ્પીસિંહ લઠવીન્દરસિંહ બાજીગર રહે. ખુઇયા મળકાણા જિ. સિરસા હરિયાણાની ધરપકડ કરી કુલ 11 લાખ 82 હજારનો મુદામાલ જપ્ત કરી બોડેલી પોલીસે 3 ઈસમોને પકડી ગાયોને પાંજરા પોળમાં મોકલી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...